Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક કારમાં બેસતા સમયે મહિલાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

જામનગર નજીક કારમાં બેસતા સમયે મહિલાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

પરિવાર સાથે જમીને પરત ફરતા સમયે સાંઢીયા પુલ નજીક બનાવ : કારમાં બેસવા જતાં હતાં ત્યારે તસ્કરે રૂા.90 હજારનો ચેઈન તફડાવ્યો

- Advertisement -

જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલી રેસ્ટોરન્ટમાં જમીને કારમાં બેસતા સમયે પાછળ આવેલા તસ્કરે મહિલાના ગળામાં પહેરેલો અઢી તોલાનો સોનાનો ચેઈનની ચીલઝડપ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા વાયુનગર એરફોર્સ ગેઈટ 1 ની બાજુમાં બ્લોક નં.107 માં રહેતા જીતેન્દ્ર સત્યદેવસિંગ યાદવ નામનો યુવાન તેના પરિવારના સભ્યો સાથે શનિવારે રાત્રિના સમયે સાંઢીયા પુલ પાસે આવેલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતાં અને ત્યાંથી જમ્યા બાદ ઘરે પરત આવવા માટે કારમાં બેસતાં હતાં ત્યારે યુવાનની પત્ની કારના ગેઈટ પાસે ઉભી હતી તે દરમિયાન પાછળથી આવેલા અજાણ્યા તસ્કરે મહિલાના ગળામાં પહેરેલો રૂા.90 હજારની કિંમતનો અઢી તોલાનો સોનાના ચેઈનની ચીલ ઝડપ કરી પલકવારમાં નાશી ગયો હતો. રાત્રિના અંધારામાં મહિલા અને તેણીના પતિ દ્વારા બુમાબુમ કરવામાં આવી હતી પરંતુ તસ્કર અંધારાનો ગેરલાભ ઉઠાવી નાશી ગયો હતો. બનાવની જાણ કરતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે જીતેન્દ્ર યાદવના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular