જામજોધપુર શહેરના હાર્દસમા ગાંધી ચોકના પાછલા વિસ્તારમાં આવેલ એક શ્રીમંત પરિવારના મકાનમાં ધોળે દિવસે વૃધ્ધા એકલાજ ઘરમાં હોય અને આ ઘરનું કામકાજ કરતા હોય શહેરની ભદ્ર સમાજની મહિલા આ મહિલા વૃધ્ધાના ઘરમાં પ્રવેશી અને જુના ઓળખીતા છીએ એમ કરી ઘરમાં બેસે છે ત્યારે આ મહિલા વૃધ્ધા દ્વારા ઓળખીતા હશે એમ માની પાણીનું પીવાનું આપુ એમ પુછી આ ભદ્ર સમાજની મહિલાને પાણી આપવા રસોડામાં લેવા જાય છે ત્યારે આ મહિલા રસોડા માં પાછળ જઈ વૃદ્ધા મહિલાના ગળાના ચેઈનની લુંટ કરે છે અને દોડી બહાર નીકળી બારણુ દઈ દે છે ત્યારે આ મહિલા વૃદ્ધા રાડારાડ કરી બારણું ખોલી રસ્તા ઉપર આવે છે અને ભદ્ર સમાજની મહિલા રાડારાડીને કારણે પકડાઈ જાય છે ત્યારે આ ધોળે દિવસ લુંટની ઘટના આ શ્રીમંત મહિલા વૃધ્ધા ના ઘરમાં રાખેલ સી.સી ટી .વી કેમેરા માં કેદ થઈ ગઇ છે. અને શહેરભરમાં વીડીયા વાયરલ થયા છે જો કે બનાવના બે દિવસ થયા હજુ સુધી પોલીસ ફરીયાદ થઈ નથી જોકે યેનકેન પ્રકારે ફરિયાદ થાય કે ન થાય પણ પોલીસ દ્વારા સી. સી કેમેરાના ફુટેજને આધારે તપાસ કરવી જોઈએ જો પોલીસ ઉંડી તપાસ કરે તો ભુતકાળ માં પણ આવા બનેલ બનાવો પરથી પડદો ઉંચકાઈ શકે તેમ છે.
જામજોધપુરમાં ધોળે દિવસે ઘરમાં ઘુસી મહિલા દ્વારા ચેઈનની ચીલઝડપ… – VIDEO
ભદ્રસમાજની મહિલા દ્વારા ચીલઝડપ : ઘરના સીસીટીવી કેમેરાનો વીડિયો વાયરલ : વીડિયો વાયરલ છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં?


