Monday, December 23, 2024
Homeરાજ્યજામજોધપુરમાં વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટી ઇસ્યૂ

જામજોધપુરમાં વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટી ઇસ્યૂ

જામજોધપુરના વેપારી આગેવાનની પુત્રી રાજકોટ રહેતી હોવા છતાં જામજોધપુરમાં બીજા ડોઝનું સર્ટી : આ કૌભાંડ જામનગર જિલ્લામાં પ્રસર્યું છે : કોરોના વેક્સિનનો ટાર્ગેટ ઉંચો બતાવવા માટે કૌભાંડ?

- Advertisement -

જામજોધપુર પંથકમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવા છતાં લેવાઇ ગયો સર્ટી પોટલમાં ઇસ્યૂ થઇ ગયા અને ડોઝ ન લીધો હોવા છતાં ડોઝ લેવાયાના મોબાઇલમાં મેસેજ આવી ગયા છે. જેમાં શહેરના વેપારી જીતુભાઇ વાછાણીની પુત્રી રાધાબેન-હાલ રાજકોટ રહે છે. છતાં જામજોધપુરમાં વેક્સિનનો બીજો ડોઝ લેવાઇ ગયાનું પોર્ટલમાં રજીસ્ટર છે અને સર્ટી ઇસ્યૂ થઇ ગયું છે. આમ જીતુભાઇના પરિવારના અનેક સદસ્યો સાથે આવું બન્યું છે.

- Advertisement -

ત્યારે સરકારી કર્મચારી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ રીતે કૌભાંડ આ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી ચાલે છે. આવું કૌભાંડ આખા જામનગર જિલ્લામાં પ્રસર્યું છે. તો શું માત્ર વેક્સિન લેવાઇના ઉંચા ટાર્ગેટ દેખાડવા માટે આવુ કૌભાંડ આચરાઇ છે?, કૌભાંડીયાનો બીજો હેતુ શું હોઇ શકે? તેવું જામજોધપુર પંથકમાં ચર્ચાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular