Tuesday, April 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ઉદ્યોગ જગત માટે કેન્દ્રીય બજેટ એકંદરે સારૂં : જામનગર ફેકટરી ઓનર્સ...

જામનગરના ઉદ્યોગ જગત માટે કેન્દ્રીય બજેટ એકંદરે સારૂં : જામનગર ફેકટરી ઓનર્સ એસો.

- Advertisement -

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામએ વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું જેનો સંસ્થાના પ્રતિનિધિઓએ પ્રાથમિક અભ્યાસ કરતા એવું જણાય છે કે, વર્તમાન કોરોના પરિસ્થિતિમાં જ્યારે ફિસ્કલ ડેફસીટ જીડીપીના 9.5 ટકા જેટલી ઉંચી સ્કેલ હોય તે પરિસ્થિતિમાં નાણાંમંત્રીએ દેશની અર્થ વ્યવસ્થાને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને આગળ વધારવા માટે નિષ્ઠાપૂર્વકના પ્રયતનો કરેલ છે. કેન્દ્રીય અંદાજપત્રના મુખ્ય મુદ્ાઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં મેટલ સ્ક્રેપના ભાવોમાં ખૂબ જ તોતિંગ વધારો થયેલ છે. ત્યારે નાણાંમંત્રીએ કોપર સ્ક્રેપ પરની ડયૂટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકાનો ઘટાડો કરીને દેશની રિસાઇકલ ઇન્ડસ્ટ્રીઝને ઘણી મોટી રાહત આપી છે અને પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગને બ્રાસ તથા કોપરના તાજેતરમાં ભાવ વધારામાં મોટી રાહત મળશે.

- Advertisement -

વિવિધ પ્રકારના ઓટો કોમ્પોનેન્ટસ પર ઇમ્પોર્ટ ડયૂટી લાગુ કરીને સ્વદેશી મેન્યુફેકચરીંગને બુસ્ટ આપવાના પગલાંથી જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં નવી ડિમાન્ડ ઉભી થશે. સ્ટીલ સ્ક્રેપ પરની ડયૂટી નાબુદી થકી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને વેગ આપવામાં ખૂબ જ મદદ મળશે. કોટન યાર્ન પર ઇમ્પોર્ટ ડયૂટી જે હાલમાં 0 ટકા હતી તેને 10 ટકા કરતા સૌરાષ્ટ્રમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો તથા કોટન ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ઉત્તેજન મળશે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ
ઇન્કમટેક્ષના કેઇસ સીઓપન કરવાની સમય મર્યાદા કે, જે અગાઉ 6 વર્ષની હતી તે 3 વર્ષની કરતાં સામાન્ય કરદાતાને લા:બા સમય સુધી કેઇસ રીઓપન થવાની લટકતી તલવારમાંથી મુક્તિ મળશે. કંપની એકટમાં સામાન્ય પ્રોસિઝર લેપ્સમાં ક્રિમીનલ કાર્યવાહીમાંથી મુક્તિ આપતું પગલું ખૂબ જ રાહતરુપ છે અને જેનો લાભ એલએલપીને પણ એકસટેન્ડ કરેલ છે. સરકારએ રિસાઇકલ મેટલમાંથી બનેલ પ્રોડકટને સરકારી પ્રોજેકટોમાં વાપરવાની છૂટ આપેલ છે. જેથી જામનગરના બ્રાસ ઉદ્યોગને તેનો લાભ મળશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સાર્થક કરવા માટે સરકારએ જીએસટી ઓડીટ નાબુદ કરવાની ક્રાંતિકારી જાહેરાત કરી છે જે આ અંદાજપત્રનું સૌથી મોટુ પગલું ગણી શકાય.

- Advertisement -

આ ઉપરાંત વોલન્ટરી વ્હીકલ સ્ક્રેપેજ પોલીસીથી ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે તથા દેશમાં ઇન્ડસ્ટ્રીઝ માટે રો-મટિરીયલ્સ ઉપલબ્ધ થશે. જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા છેલ્લા 4 વર્ષથી સતત રજૂઆત કરવામાં આવતી હતી તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ આ પોલીસી અમલમાં લાવવા માટે ખૂબ જ સક્રિય હતાં. ડાયરેકટર ઇન્વેસ્ટમેન્ટ માટે વિમા ક્ષેત્રમાં મર્યાદા 49 ટકા થી 74 ટકા કરવાની દેશમાં વિદેશી રોકાણમાં વધારો થશે તથા દેશના નાગરિકોને ખૂબ જ વ્યાજબી દરથી વિવિધ પ્રકારની શ્રેષ્ઠ વિમા કવચની સુવિધાઓને લાભ મળશે.

આ તકે પેટ્રોલ-ડિઝલ પર કૃષિ શેષ લગાવવાથી હાલ ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઓર વધારો થશે ત્યારે નાણાંમંત્રી પેટ્રોલિયમ પ્રોડકટસ પરની એકસાઇઝ ઘટાડીને સામાન્ય પ્રજાજનોને રાહત આપી આમ આદમી પર વધારાનું આર્થિક ભારણ ટાળવાની પ્રમાણિક કોશિષ કરેલ છે.

- Advertisement -

એકંદરે નાણાંમંત્રીએ દેશને વિકાસલક્ષી બજેટ આપવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરેલા છે. સંસ્થાએ આપેલ ઉપરોક્ત મંતવ્યો-તારણો પ્રાથમિક હોય વધુ વિગતો અંદાજપત્રનો અભ્યાસ કર્યા બાદ જાણી શકાશે. તેમ જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ એમ. કેશવાલાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular