સરકારનાં 20 વર્ષના વિકાસ કાર્યો તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લક્ષ્મીપરા ગામે નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્યના અધ્યક્ષ સ્થાને વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી.
નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી એચ.બી. આચાર્ય દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. અને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજના, પીએમજેવાય, ખેડૂતોને તેમજ ઝૂપડટ્ટી વિસ્તારના લાભાર્થીઓને વીજ જોડાણ પ્રમાણપત્ર, પીએમ ઉજવલ્લા યોજનાનાં લાભાર્થીઓને એલપીજી કનેક્શન, કુંવરબાઈનું મામેરૂં, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીની સહાય, એમ.એમ.વાય યોજના જેવી વિવિધ યોજનાઓના 174 લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ એનાયત કરવામાં આવ્યા હતા.
જોડીયા તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિકાસ યાત્રા રથનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ઔષધીય છોડ આપીને મહાનુભાવોનું સ્નમાન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણીના ઉદ્દેશથી શાળાના વિદ્યાર્થીઓને વૃક્ષ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જોડીયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વલ્લભભાઈ, મામલતદાર વ્યાસભાઈ, તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન, નાયબ મામલતદાર ગોહિલ, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર મહેતા, તાલુકા હેલ્થ ઓફિસર સંજયભાઈ, ભાવેશભાઈ, આરએફઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના હેતલબેન, વિશ્રાંતિબેન, શાળાના આચાર્ય ભાવનાબેન, શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.