સને 1983થી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપી રહ્યા છે. એવી સરકારી પોલીટેકનિક, જામનગર ખાતે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પ્રોજેક્ટને પ્રદર્શિત કરતા પ્રોજેક્ટફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાના કોમ્પ્યુટર, ઇસી, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના અભ્યાસક્રમ અંતે ગત તા. 5 એપ્રિલ-2022ના રોજ પ્રોજેક્ટ ફેરની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓના જુદા જુદા ગ્રુપ દ્વારા પોતાના વિવિધ ઇનોવેટીવ પ્રોજેકટ્સ રજુ કરવામાં આવ્યા હતાં. જેમાં મુખ્યત્વે કોન્ટેકલેસ ટેમ્પરેચર ડિટેકટર એન્ડ સેનીટાઈઝેશન ટનલ, ઝોમ્બી સર્વાઈવલ ગેમ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ, વાયરલેસ ઈલેક્ટ્રીકલ વેહિકલ ચાર્જીગ, ઓટોમેટીક ગેટ ફોર વોટર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આયોજનને સફળ બનાવવા સંસ્થાના આચાર્ય એ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ તમામ ખાતાના વડાઓ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતમાં તમામ ડિપાર્ટમેન્ટના બેસ્ટ પ્રોજેકટના વિજેતા ગ્રુપના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.