જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આઘ્યપીઠ 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે ધુળેટી નિમિત્તે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણી મહારાજની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો. ધુળેટીના પાવન પર્વે સવારે પરંપરાગત હોળીના ધોળ પદોનું ગાયન કરીને સુંદરસાથજી ભાવિકો ભગવાન શ્રી રાજ શ્યામાજીની આરાધના કરી હતી. અને આ પ્રસંગે 108 કૃષ્ણમણી મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું. બાદમાં ભક્તોને ફૂલ અને તિલક સાથે ધુળેટી ની શુભકામનાઓ પાઠવી હતી. અને જણાવ્યું હતું કે, હોળી – ધુળેટીનું પર્વ લોકોના જીવનમાં આનંદ અને ઉલ્લાસ લાવનારું બને અને ભક્ત પ્રહલાદ ની ભક્તિને પ્રભુએ સ્વીકારી જીવન ઉગાર્યું એ દ્વષ્ટાંત ને લઈને સૌ કોઈ પ્રભુ ભક્તિમાં લીન થઈ ધન્ય બનવું જોઈએ. હોળી ધુળેટી ની ઉજવણી માં ભક્તો ફૂલડોલમાં તલ્લીન જોવા મળ્યા હતા.