જામનગરમાં નેમનાથ જીનાલયમાં નેમનાથ ભગવાનના જન્મકલ્યાણક નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. સવારે 6-30 વાગ્યે શરણાઇ વાદન, સવારે 8-30 વાગ્યે ભાભા પાર્શ્ર્વનાથ સ્નાત્ર મંડળ સ્નાત્ર ભણાવાયા હતા. સ્નાત્ર દરમ્યાન દાદાની પક્ષાલ પૂજા, બરાસ પૂજા, કેસર પુજા, ફૂલ પુજા, મુગટ પૂજા, અતર પૂજા, આભુષણ પૂજા, ધજા પૂજા આદિના ચડાવા થયા હતા. સવારે 9-30 વાગ્યે ધ્વાજારોહણ થયું હતું. બપોરે પંચ કલ્યાણક પૂજા ભણાવાઇ હતી. ઉપરાંત આજે ઓશવાલ બેન્ડની સલામી, રાત્રે 9 થી 10 સુધી ભાવના ભણાવાઇ હતી. ભાવના દરમ્યાન આરતી, મંગળ દીપકના ઘીની ઉછામણી બોલાવવામાં આવી હતી. તેમજ પ્રભુજીને ભવ્ય અંગ રચના કરવામાં આવી હતી.