Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા નેશનલ ડેન્ગ્યૂ દિવસની ઉજવણી

જામ્યુકો દ્વારા નેશનલ ડેન્ગ્યૂ દિવસની ઉજવણી

હાઉસ-ટુ-હાઉસ સર્વે દરમિયાન વાહકજન્ય રોગ અટકાયતી પગલા અંગે પત્રિકા વિતરણ કરાયું : બાર યુએચસીની 140 જેટલી ટીમો દ્વારા દૈનિક સર્વે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે, દરવર્ષની જેમ આ વર્ષે 16 મે નેશનલ ડેન્ગ્યૂ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. એનવીબીડીસીપી અંતર્ગત નેશનલ ડેન્ગ્યૂ દિન પર આ વર્ષે ‘Dengue is preventable:Let’s join hands‘ (ચાલો સૌ સાથે મળીએ: ડેન્ગ્યૂ રોગની અટકાયત કરીએ) થીમ ઉપર ઉજવણી કરાઇ હતી.
નેશનલ ડેન્ગ્યૂ દિવસ તરીકે ઉજવણીના ભાગરુપે ડેન્ગ્યૂ રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવણી અતિઆવશ્યક હોય, જે હેતુથી નેશનલ ડેન્ગ્યૂ દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવ્યો. જેથી ડેન્ગ્યૂ રોગ ફેલાવવા માટે જવાબદાર મચ્છર એડીસ ઇજીપ્તી વિશે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે હેતુથી દરેક યુએચસી પર 16 મે નેશનલ ડેન્ગ્યૂ દિવસની ઉજવણીના બેનરો દ્વારા દરેક યુએચસી પર આવતા તમામ શહેરીજનોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ કેળવી શકાય તથા આ દિન વિશેષ માટે પત્રિકાઓ દ્વારા દરેક યુએચસીએથી હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન લોકોના ઘરે ઘરે જઇ પત્રિકાઓનું વિતરણ થઇ શકે અને લોકોમાં ઘર બેઠા વાહકજન્ય રોગ અટકાયતી પગલાં વિશે માહિતગાર કરી શકાય. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની દિવાલો પર ડેન્ગ્યૂ રોગ અટકાયત અંગેના ભીતચિત્રો દ્વારા લોકોમાં રોગ અટકાયત અંગે સક્રિય ભાગીદારી હાંસલ કરવામાં આવી રહી છે તથા દરેક યુએચસી પર વાહકજન્ય રોગ અટકાયત અંગેના વર્કશોપ પણ યોજવામાં આવ્યા છે.
આ ઉપરાંત શહેરના જુદા જુદા સ્થળો પર 16 મે નેશનલ ડેન્ગ્યૂ દિનના ઉપક્રમે હોર્ડિંગ્ઝ લગાવામાં આવ્યા છે. જેનાથી શહેરના જાહેર માર્ગો પર આવતા જતાં લોકો ડેન્ગ્યૂ રોગથી માહિગાર થાય અને ભવિષ્યમાં ડેન્ગ્યૂ રોગના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. આ ઉપરાંત શહેરમાં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં દૈનિક ધોરણે 10,000 જેટલા ઘરોમાં સર્વે 12 યુએચસીની 140 જેટલી ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યૂ અને ચીકનગુનિયાના કેસો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા (લાર્વા)એ મચ્છરના બચ્ચા છે. આમ, 16 નેશનલ ડેન્ગ્યૂ દિવસ ઉપક્રમે જામનગર શહેરની જનતાને જાહેર અનુરોધ કરવામાં આવે છે કે, જો પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો ત્વરિત તેનો નાશ કરવો.

- Advertisement -

મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાય

મચ્છરોની ઉત્પતિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. પાણી ભરેલા તમામ વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડીયામાં એક વખત અચુક સાફ કરો, પાણીના નાના ખાડા-ખાબોચીયાના પાણી વહેવડાવી દો કે માટીથી પુરી દો, મોટા પાણીના ભરાવામાં બળેલુ ઓઇલ કે કેરોસીન નાખવુ, અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઇ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો, ચોમાસા પહેલા જ નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પર પડેલો નકામા સામાનનો નિકાલ કરવો તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાવા ના દો, મેલેરીયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો, મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસ અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડા પહેરો અને મચ્છર ભગાડવાની કોઇલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો, દર રવિવારે સવારે 10 કલાકે 10 મિનિટનો સમય કાઢી પાણીના તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરના પોરા જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે 10 મિનિટ ફાળવવાથી આપણા કુટુંબને ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરીયાથી બચાવી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular