જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરૂગોબિંદ સિંઘની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર ખાતે ગુરુદ્વાર ગુરુ સિંઘ સભામાં ગુરૂ ગોવિંદસિંઘજીની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક મનાવવામાં આવી હતી. તા 29 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યેે ગુરુદ્વારાથી જી જી હોસ્પિટલ સુધી નગર કીર્તન રૂપે જઈને ગુરુ ગોબિંદ સિંઘજી છબીને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં હરપાલસિંઘ, મોહનસિંઘ ઉપલ, વિકાસ લાંબા, હરદિપસિંઘ ભોગલ તેમજ જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દીપક તિવારી, ડો. અજય તન્ના તથા હોસ્પિટલના સ્ટાફ અને એક્સ આર્મીમેન ગુરૂદ્વારાની સંગતની હાજરીમાં હોસ્પિટલ ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલમાં દર્દીઓના સ્વસ્થ જલ્દી ઠીક થાય એવી પ્રાર્થના કરાઈ હતી.
ગુરુદ્વારા ખાતે આજરોજ સેજ પાઠજીની સમાપ્તિ સવારે 10:30 વાગ્યે કરવામાં આવી હતી ત્યારબાદ શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું છત્તીસગઢથી વિશેષ રૂપથી પધારેલા ભાઈ સાહેબજી એ પણ શબ્દ કીર્તન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ગુરુદ્વારા ખાતે માથું ટેકીને શબ્દ કીર્તનનો લાભ લીધો હતો તેમજ ગુરુ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.