ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનો 42માં સ્થાપના દિવસ ઓઈટી માઈલસ્ટોન 2.0 ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં નેજા હેઠળ ચાલતી તમામ સંસ્થાઓનાં કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શુભ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને તેમની સાથે ઓઈટીનાં ટ્રસ્ટી રમણીકભાઈ કે. શાહ, ચંદુભાઈ શાહ, ડો. ભરતેશભાઈ શાહ, જેન્તિભાઈ હરિઆ વિવિધ કમિટિઓ સાથે જોડાયેલા ભાવેશભાાઈ હરિઆ, કેતનભાઈ વોરા, ગીતાબેન છેડા, સૂર્યાબેન શાહ, કલાબેન શાહ, જયશ્રીબેન માલદે તથા ઓ.ઈ.ટી. અંતર્ગત વિવિધ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સંસ્થાઓના વડા સવિશેષ ઉપસ્થિત રહયા હતા.
ઓશવાળ સેન્ટરનાં વિશાળ હોલમાં દીપ પ્રાગટયથી પ્રારંભ થયેલા આ સમારોહમાં સંસ્થાની સાથે જોડાયેલી પ્રવૃતિઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા અને ટ્રસ્ટનાં શરૂઆતનાં વર્ષોમાં યોગદાન આપનારા દાતાઓ અને ટ્રસ્ટીઓને તેમની ઉદારતા માટે જુદા જુદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે જે પાયાના પથ્થર સાબિત થયા પણ જેની હયાતી આજે નથી રહી એવા સેવાભાવી વ્યક્તિ વિશેષને પણ આ તકે સસ્નેહ યાદ ર્ક્યા હતા. સ્થાપનાનાં બીજા વર્ષનાં ભૂતપૂર્વ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વગેરેને પણ તેમનાં સમર્પણ અને પરિશ્રમ બાબતે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ સમારોહમાં જુદી જુદી પ્રવૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી જે અંતર્ગત પિરામિડ ચેલેન્જની પ્રવૃતિ દ્વારા ટીમ વર્ક, સર્જનાત્મક એક્તા અને શ્રેષ્ઠતાની રણનિતી ધાર્યુ પરિણામ લાવી શકે એ વાત રજૂ કરવામાં આવી હતી. શિક્ષણ જગતમાં ટેકનોલોજીના બખૂબી ઉપયોગ માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનોની આધુનિક્તાની સુપેરે ચર્ચા કરી હતી. અનુભવલક્ષ્ાી શિક્ષણ, આકર્ષક વર્ગખંડ પણ શિક્ષણમાં મહત્વનું સ્થાન ધરાવે છે એ બાબતથી સૌને માહિતગાર ર્ક્યા હતા. આ ઉપરાંત નેચરોપથી સારવાર બાબતે તજજ્ઞો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દિવસ દરમ્યાનના થાક ને દૂર ક2વા માટે હાસ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષણક્ષેત્રે પ્રવર્તતા પડકારો અને સોનેરી તકોને વિશાળ પરિપેક્ષ્યમાં વિવિધ શાળાઓ અને કોલેજોએ રજૂ ર્ક્યા હતા. ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓનાં કર્મચારીઓએ પોતપોતાની પ્રતિભાનાં સ્ટેજ પર ઓજસ પાથર્યા હતા. જેમાં રેટ્રો ડાન્સ, રમૂજી ડાન્સ, નેચરોપેથી, મહાભારત સાથે જોડાયેલ કર્મ અને ધર્મ યોગ સાંસ્કૃતિક મૂલ્યોની ધરોહર એવું રાજસ્થાની નૃત્ય, સંગીત, કવિતાઓ વગેરેની સુંદર રજુઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને પરિમલભાઈ નથવાણીનો સ્નેહ સંદેશ પણ આ તકે સૌ માટે ઉત્સાહવર્ધક રહયો હતો. સમારોહની સમાપન વિધીમાં ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. ભરતેશભાઈ શાહે સંસ્થા સાથે સતત ત્રણ દાયકાથી જોડાયેલી વ્યક્તિઓને નવાજતા પોતાની આગવી અદામાં કહયું હતું કે સંસ્થા પાસે એવા પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે જે પાયાના પથ્થર સમાન છે. બધાની કુનેહ અને કોઠાસૂઝથીજ આ ટ્રસ્ટ એક ઓ.ઈ.ટી. શ્રેષ્ઠ ઓ.ઈ.ટી. બન્યું છે એ વાતમાં જરાય શંકા નથી. જન, ધન અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ આ સંસ્થાને હજી વધુ ઉજ્જવળ ભવિષ્ય આપશે એવો ડો. ભરતેશભાઈ શાહે પૂર્ણ વિશ્ર્વાસ વ્યક્ત ર્ક્યો હતો અને ઓ.ઈ.ટીનું સર્જન કરનાર નામી અનામી સૌનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
અંત માં ટ્રસ્ટનું નવું સોપાન એવું કુસુમબેન મોહનલાલ ગોસરાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (આઈસીએસઈ બોર્ડ) જે 2024 થી શરૂ થનાર છે તેના સંભવિત વાલીઓ સાથે ગેધરીંગ ગાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.