Monday, December 23, 2024
Homeરાજ્યદેવઉઠી અગિયારસની દ્વારકાધિશ મંદિરમાં ઉજવણી

દેવઉઠી અગિયારસની દ્વારકાધિશ મંદિરમાં ઉજવણી

ઠાકોરજીની સાથે તુલસીના વિવાહના કાર્યક્રમો યોજાયા : વરઘોડો અને રાત્રીના ધામધુમપુર્વક જગતમંદિરના પટાંગણમાં લગ્ન થયા

- Advertisement -

કારતક સુદ એકાદશીના દિવસને વિવિધતાના નામે ઓળખાય છે. આ દિવસને તુલસી વિવાહ તેમજ દેવપ્રબોધીની એકાદસીથી પણ ઓળખાય છે. અગીયારસથી સતત ચાર માસથી શયન કરી રહેલા ભગવાન દ્વારકાનાથને જગાડવામાં આવે છે. જેથી આ દિવસે દેવઉઠી અગીયારસ તરીકે ઉજવવામાં આવે છે.

- Advertisement -

આ દિને દેવી તુલસીના ભગવાન દ્વારકાનાથ સાથે લગ્ન કરાવીને સંસારના તમામ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિરોમાં શેરડીના મંડપો બાંધવામાં આવ્યા હતા. તેમા દિવાઓ પ્રવજલ્લિત કરી, શ્રીજીના વિવાહ માતા તુલસી સંગ કરવામાં આવ્યા હતા. મંદિરમાં વિશેષ તુલસીજી ચઢાવવાનો મહિમા છે. તુલસીમાતાને સૌભાગ્યવતી શુંગાર કરી શાલીગ્રામની સાત પ્રદીક્ષણા કરવામાં આવે છે. દ્વારકાધિશ જગતમંદિરમાં ગોપાલલાલજી સાથે તુલસીજીના વિવાહનો ઉત્સવ મનાવવામાં આવ્યો. અતંર્ગત સવારના સમયે ગૃહશાંતી કરાવવામાં આવી હતી. ત્યારબાદ સાંધ્ય સમયે રાણીવાસમાં બિરાજીત ગોપાલલાલજીને વરરાજાના શ્રૃંગાર ધારણ કરાવીને દ્વારકાનગરીમાં વરઘોડો નિકળ્યો હતો અને ત્યારબાદ રાત્રીના સમયે પરંપરાગત વિધિવિધાન દ્વારા જગતમંદિરના પટાંગણમાં ભગવાન સાથે તુલસીજીના વિવાહ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના સેવાયતો દ્વારા અને પુજારી પરીવાર દ્વારા વિવાહ ઉત્સવ સ્પંપન્ન કરાવવામાં આવ્યા હતા. જગતમંદિરમાં તુલસી વિવાહના દર્શન ભક્તોએ કરી અને ધન્યતાની લાગણી અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular