જામનગરમાં આજરોજ બુધ્ધ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બૌદ્વ ઉપાસક અને ઉપાસિકાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સિધ્ધાર્થ કોલોની, નેહરૂનગર, વુલનમીલ, વૈશાલીનગર, જય ભીમ નગર સહિતના વિસ્તારોમાં પ્રભાથ ફેરી યોજાઇ હતી. ત્યારબાદ ધમ્મ કારવાનું આયોજન કરાર્યું હતું. જે સાત રસ્તા સર્કલથી શરૂ થઇ એસટી રોડ, જોલી બંગ્લો, ખંભાળિયા નાકા, હવાઇચોક, પંચેશ્ર્વર ટાવર, બેડી ગેઇટ, ટાઉનહોલ સહિતના રાજમાર્ગો પર થઇ ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી બુધ્ધ વંદના કરાઇ હતી.