જામનગર શહેર તથા જિલ્લામાં આજરોજ વૃક્ષારોપણ દ્વારા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં કૃષિકેન્દ્ર ખાતે 72 મા વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી તો જિલ્લાકક્ષાના વનમહોત્સવની જામજોધપુરમાં આઈટીઆઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરને હરિયાળુ બનાવવા વિવિધ વૃક્ષો વાવી ‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’ની થીમ ઉપર વનમહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જામનગરના મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઈ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષ કટારિયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, કમિશનર વિજય ખરાડી સહિતના અગ્રણીઓ તેમજ આર્મી, નેવીના અધિકારીઓ અને એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યાં હતાં.