જામનગરની ઈતિહાસિક વિરસતોમાં ગણવામાં આવતા સૈફી ટાવરને સૌ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જામનગર મહાનગર પાલિકાના મેયર બીના બેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત મઝાર ઈ બદ્રીના મેનેજર ઝોએબ ફખરુદ્દીન અમરાવતીવાલા અને મુર્તઝા તાહેરાલી ઉજ્જૈનવાલાએ કર્યું હતું.
સૈફી ટાવરનો પાયો હિંસ હોલીનેસ મહારાજા જામ રણજીત સિંહજી બહાદુર મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર સ્ટેટએ 20 એપ્રિલને 1920ના રોજ દાઉદી બોહરા કોમના ધર્મ ગુરુ હિસ હોલીનેસ સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબની હાજરીમાં નાખવામાં આવ્યો હતો. જેમાં નવાનગર સ્ટેટના સ્ટાફ ફજલભાઈ કુતુબુદ્દીન, મોહસીનભાઈ ફખરુદ્દીન, મોહમ્મદભાઈ બદરૂદ્દીન, અબ્દુલહુસેનભાઈ ઇજ્જુદીન, સમૂન ભાઈસાહેબ, શેખ હૈદરઅલી શેખ ઇબ્રાહિમ દિવાન, શેખ અલીમોહમ્મદ મુલ્લા ઇશાજી દિવાન, મોહમ્મદભાઈ અમીજી મોદી કોન્ટ્રાકટર અને સ્ટેટ એન્જિનયર ડાહ્યાભાઇ બી. કોરા પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટાવરની ડિજાઇન સ્ટેટ એન્જિનયર ડાહ્યાભાઇ બી. કોરા સાહેબ દ્વારા બનાવામાં આવી હતી. તેમજ બાંધકામ શેઠ મોહમ્મદ અલી અમીજી મોદીના બિન સ્વાર્થ સહકારથી પૂર્ણ કર્યું હતું. અને તા 26 ફેબ્રઆરી 1922 ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
10 વર્ષ પેહલા દાઉદી વ્હોરા કોમના 52 માં ધર્મ ગુરુના હિસ હોલીનેસ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ જામનગરની સફર પર પધારેલા હતા ત્યારે આજ સૈફી ટાવર પર લોકોને દર્શન આપ્યાં હતાં.
2001 માં આવેલ ભયંકર ભૂકંપમાં સૈફી ટાવર સંપૂર્ણ પણે ક્ષતિ ગ્રસ્ત થતાં સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ ટાવર ઉતરી નાખવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ તે સમયના ધર્મગુરુએ સૈફી ટાવર તોડવા મનાય ફરમાવી અને રિપેર કરવા જણાવ્યું હતું. ત્યારે ફરી સમારકામ કરી વધુ સૌ વર્ષ તકે એટલું મજબૂત કર્યું હતું.
એજ રીતે નાગમતી નદી પર બનેલા કોઝવેનો પાયો દાઉદી વ્હોરા કોમના ધર્મ ગુરુ હિંસ હોલીનેસ સૈયદના તાહેર સૈફુદ્દીનને તા 02 ફેબ્રઆરી 1919ના રોજ હિંસ હોલીનેસ મહારાજા જામ રણજીત સિહજી બહાદુર મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર સ્ટેટ, ખાન બહાદુર મેરવાનજી પેસ્તોજી દિવાન, ગોકલભાઈ બી. દેસાઇ રેવેન્યુ સેક્રેટરી, પરશુરામ બી. જૂનકાર પોલિટિકલ સેક્રેટરી, હિરાભાઈ મણિભાઈ મેહતા જનરલ સેક્રેટરી અને કોન્ટ્રાકટર વોરા મોહમ્મદ અલી અમીજી મોદી, સેક્રેટરી મુલ્લાજી અને એન્જિનયર ડાહ્યાભાઇ બી. કોરાની હાજરીમાં નાખ્યો હતો. જેની ડિજાઇન પણ સ્ટેટ એન્જિનયર ડાહ્યાભાઇ બી. કોરાએ કરી હતી.