Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયમાનવતા માટે યોગ

માનવતા માટે યોગ

વિશ્વના લોકો માટે યોગ માત્ર જીવનનો ભાગ નહીં પરંતુ જીવનનો માર્ગ બની રહ્યો છે-મોદી મૈસુરથી જામનગર સુધી યોગ હી યોગ

- Advertisement -

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. જયાં તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવા આસનોથી યોગની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ ફક્ત જીવનનો એક ભાગ નથી, જીવનનો એક માર્ગ બની ગયો છે.

- Advertisement -

આ પ્રસંગે મોદીએ કહ્યું હતું ’આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડાં વર્ષો પહેલાં આધ્યાત્મિક કેન્દ્રોમાં યોગની જે તસવીરો જોવા મળતી હતી એ હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ સામાન્ય માનવતાનાં ચિત્રો છે. એ વૈશ્વિક તહેવાર બની ગયો છે. એ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે છે, તેથી આ વખતે થીમ છે યોગ ફોર હ્યુમેનિટી.

તેમણે વધુમાં કહ્યું- ’યોગને વિશ્ર્વમાં લઈ જવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. મિત્રો, આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. એ આપણા દેશ અને વિશ્ર્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્ર્વ આપણા શરીરમાં છે. એ બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ, સ્પર્ધાત્મક બનાવે છે. એ લોકો અને દેશોને જોડે છે. આ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.

- Advertisement -

તેમણે આગળ કહ્યું હતું- ’દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનાં 75 ઐતિહાસિક કેન્દ્રો પર એકસાથે યોગ કરવામાં આવી રહ્યો છે. એ ભારતના ભૂતકાળને ભારતની વિવિધતા સાથે જોડવા જેવું છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ-જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે એમ એમ એના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એકસાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રિંગ છે.

તેમણે વધુમાં કહ્યું હતું- ’મિત્રો, વિશ્ર્વના લોકો માટે યોગ માત્ર ’જીવનનો ભાગ’ નથી, પરંતુ હવે એતે ’જીવનનો માર્ગ’ બની રહ્યો છે. આપણે જોયું છે કે આપણા ઘરના વડીલો, આપણા યોગસાધકો દિવસના જુદા-જુદા સમયે પ્રાણાયામ કરે છે, પછી ફરી કામ કરવાનું શરૂ કરે છે.

- Advertisement -

આપણે ગમે તેટલા તણાવમાં હોઈએ, યોગની થોડી મિનિટો આપણી સકારાત્મકતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. આપણે પણ યોગ પ્રાપ્ત કરવાનો છે. બીજી તરફ જામનગર શહેરમાં પણ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સાંસદ પૂનમબેન માડમ, કલેકટર સૌરભ પારઘી સહિતના મહાનુભાવોએ પણ યોગાભ્યાસ કર્યો હતો. જામનગરમાં જુદા-જુદા સ્થળોએ માનવતા માટેના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular