આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા રાષ્ટ્રિય બેરોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જામનગરમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા રોજગાર કચેરીએ બેરોજગાર યુવાનોને સાથે રાખીને બેરોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યુવક કોંગ્રેસ પ્રમુખ તૌસિફખાન પઠાન, શકિતસિંહ જેઠવા, મતરી કંડોરીયાના જણાવ્યા અનુસાર દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાના સપના બતાવી જુઠું બોલીને સત્તા પર આવેલો ભાજપ શાસન કરી રહયો છે. ગુુજરાતમાં યુવાનો બેહાલ છે.
તો ભાજપનો યુવાન બીસીસીઆઇનો સેક્રેટરી છે. જયારે ગુજરાતનો યુવાન પેપર ફૂટવાનો ભોગ બની રહ્યો છે. સમગ્ર દેશમાં બેરોજગારીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે.ત્યારે ભાજપ સત્તાના મદમાં વ્યસ્ત છે. રાજયમાં 10 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જયારે વણનોંધાયેલા બેરોજગારોનો આંકડો તેથી પણ વધુ છે. આ બેરોજગાર યુવાનોની વાચાને સરકાર સુધી પહોંચાડવા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ આજે બેરોજગાર દિવસ ઉજવી રહ્યો છે.