જામનગરમાં શનિવારે ઠેર-ઠેર ન્યુયર પાર્ટીનું આયોજન થયું હતું. જેમાં ડીજે અને સંગીતના તાલે લોકોએ નવાવર્ષને વધાવ્યું હતું. તો બીજીતરફ જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક જ્યોત મિત્ર મંડળ દ્વારા અનોખી રીતે નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતાં. જેમાં જ્યોત ગણેશ મિત્ર મંડળ દ્વારા ટાઉનહોલ નજીક રામધૂન બોલાવવામાં આવી હતી અને રામધૂન સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ તકે જામનગર મહાનગરપાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન મનિષભાઇ કટારીયા પણ રામધૂનમાં જોડાયા હતાં.