Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયઆજથી સીબીએસસી બોર્ડની પરિક્ષાનો પ્રારંભ

આજથી સીબીએસસી બોર્ડની પરિક્ષાનો પ્રારંભ

- Advertisement -

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થઇ છે. સીબીએસસી દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી તારીખ મુજબ ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી લેવામાં આવશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા આજથી શરૂ થઈને 5મી એપ્રિલ સુધી લેવામાં આવશે. આ પરીક્ષા અંગેની માહિતી સીબીએસસીની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર તાજેતરમાં સીબીએસસી ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડ્સ બહાર પાડવામાં આવ્યા હતા. શાળાના લોગિન આઈડી પરથી સીબીએસસી 10, 12ના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવાના હતા અને શાળાના આચાર્ય સાથે તેના પર સહી કરીને સીલ પણ કરાવવાનું હતું.

- Advertisement -

આ વર્ષે અંદાજે 38 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સીબીએસસી ની પરીક્ષા આપવાના છે.સીબીએસસી 12મી બોર્ડ પરીક્ષાની શરૂઆત આંત્રપ્રિન્યોરશિપના પેપરથી થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular