જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાસે આવેલી કેવડી વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ફલેટમાં આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટના મેચમાં રનફેરનો જૂગાર રમાડતા એક શખ્સને એલસીબીની ટીમે રૂા.44,200 નો મુદ્દામાલ કબ્જે કરી આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરમાં બાલવા ફાટક નજીક જાહેરમાં મોબાઇલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા.10,620 ની રોકડ સાથે ઝડપી લઇ 10 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કેવડી વાડી શેરી નં.1 માં આવેલા ક્રિસ્ટલ કોર્નર એપાર્ટમેન્ટમાં ફલેટ નં.101 માં રહેતાં અનિરૂધ્ધ ઉર્ફે અનુભાઈ ગોરધનભાઈ ચોવટીયા નામના વૃધ્ધ તેના ઘરે આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં મુંબઇ અને કલકતા વચ્ચે રમાતી ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ દ્વારા ગ્રાહકો અને બુકી સાથે વાતચીત કરી સેશન અને રનફેરનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન અનિરૂધ્ધ ચોવટીયાને ઝડપી લીધો હતો.
તેમજ તેના કબ્જામાંથી રૂા.10 હજારની કિંમતનું એક ટીવી, રૂા.1000 ની કિંમતનું સેટઅપ બોકસ તથા રૂા.1500 ની કિંમતના બે નંગ મોબાઇલ તેમજ રૂા.31,700 ની રોકડ રકમ અને ક્રિકેટ મેચના સોદા લખેલી ચીઠ્ઠી સહિત રૂા.44,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ અનિરૂધ્ધની પૂછપરછ હાથ ધરતા નંદલાલ ઉર્ફે ગુરૂભાઈ હિરલાલ રાજ્યગુરૂ, પિન્ટુકુમાર ઉર્ફે વિપુલ વિરાભાઈ સંઘાણી, હિતેશ દામજીભાઈ સાંઘાણી, કમલેશભાઈ ઘેલાભાઈ સભાયા, શૈલેષભાઈ શાહ ઉર્ફે સાહેબ, જશાભાઈ લાખાભાઈ નંદાણીયા નામના છ ગ્રાહકો અને કપાત લેનાર બુકી મો.90970 69999 તથા 90165 69090 નંબર ધારક સહિત આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર ગામમાં બાલવા ફાટક નજીક જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ દ્વારા પૈસાની હારજીત કરાતી હોવાની બાતમીના આધારે પીઆઈ આર.જી. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન ધવલ ઉર્ફે કિશોર ખાંટ નામના શખ્સને ઝડપી લઇ તેના કબ્જામાંથી 10 હજારની કિંમતનો મોબાઇલ અને 620 ની રોકડ મળી કુલ રૂા.10620 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં હર્ષ મો.97187 04246, પીલો મો.91040 07123, હાર્દિક ઉર્ફે લંગી મો.8000002755, હાર્દિક ઉર્ફે સુલતાન મો.97262 54154, ભૂટો મો.98256 76352, ડાઉન મો.95375 55055, એમ.કે. જાવીયા મો.87587 28825, નયનભાઇ મો.97254 87932 નામના નવ ગ્રાહકોના નામો ખુલતા પોલીસે 10 શખ્સો વિરુધ્ધ વધુ તપાસ હાથ ધરી હતી.