જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો મજુરી કામ કરતો યુવાન રીક્ષામાં જતો હતો તે દરમિયાન ચાલક સહિતના શખ્સોએ યુવાનના ખીસ્સામાંથી રૂા.25,000 ની રોકડ રકમ ચોરી કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતો અને મજૂરી કામ કરતો પ્રવિણભાઇ રણછોડભાઇ ઝીલકા નામનો શ્રમિક યુવાન ગત તા.26 ના રોજ ગુરૂવારે બપોરના સમયે જકાતનાકાથી સાત રસ્તા તરફ જવા માટે અજાણી રીક્ષામાં બેઠો હતો તે દરમિયાન રીક્ષાચાલક અને તેના મળતિયાઓએ યુવાનના પેન્ટના ખીસ્સામાં રાખેલી રૂા.25,000 ની રોકડ રકમ ચોરી કરી લીધી હતી. ખીસ્સાની રોકડ ચોરાયાની જાણ થયા બાદ યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીેએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે અજાણ્યા રીક્ષાચાલક સહિતના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.