જામનગર શહેરમાં લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા યુવાનના મકાન માંથી અજાણ્યા તસ્કરોએ મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીની ચાવી વડે તેમાંથી રૂ.5 લાખની રોકડસહિતની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ બે માસથી ઘરફોડ ચોરીના બનાવોએ માઝા મૂકી છે. તસ્કરોના તરખાટથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. દરમિયાન જામનગર શહેરમાં લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા હારૂનભાઈ ઉર્ફે અલુભાઈ સુલેમાન આંબલીયા ના મકાન માંથી તારીખ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી તારીખ 23 સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના ગાળા દરમ્યાન બંધ રહેલા મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને ઘરનો દરવાજો ખોલી તેમાં પ્રવેશ કરી લોખંડનો કબાટ ખોલી કબાટમાં કપડા નીચે રાખેલ તિજોરીની ચાવી વડે તિજોરી ખોલી તિજોરી માં પડેલ પર્સ માંથી રૂ 500 અને 2000 ના દરની ચલણી નોટો મળી કુલ રૂ 5 લાખ તથા ફરિયાદીનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવ અંગેની જાણ હારૂનભાઈ ઉર્ફે અલુભાઈ સુલેમાન આંબલીયા દ્વારા કરાતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી