જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં. 1માં મંદિરમાંથી રોકડની ચોરી થયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દદ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં શંકરટેકરી સુભાષપરા શેરી નં. 1માં આવેલ જાગનાથ મહાદેવ મંદિરમાંથી ગત તા. 9ના રોજ રાત્રિના સમયે મંદિરની દાનપેટીમા રહેલ રૂા. 3500ની રોકડની ચોરી થયા અંગે ભાગર્વભાઇ જયેશભાઇ ભદ્રા દ્વારા સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા અજાણ્યા શખસ વિરૂધ્ધ ગુન્હો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.