જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં નિવૃત્ત વૃધ્ધ માંડવી ટાવર પાસેની બજારમાં ખરીદી કરવા ગયા તે દરમિયાન પેન્ટના ખીસ્સામાંથી રૂા.30 હજારની રોકડ રકમ અજાણ્ય શખ્સ ચોરી કરી ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર સાયોના શેરી નં.4 માં રહેતા નિવૃત્ત પરશોતમભાઈ જેઠાભાઈ માંડવિયા (ઉ.વ.80) નામના વૃધ્ધ બુધવારે સવારના સમયે માંડવી ટાવર પાસે બજારમાં ખરીદી કરવા માટે ગયા હતાં તે દરમિયાન અજાણ્યા તસ્કરે વૃધ્ધના પેન્ટના ખીસ્સામાં રાખેલી રૂા.30 હજારની રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતાં આ રોકડ ચોરી અંગેની જાણ કરાતા હેકો જી.વી.ચાવડા તથા સ્ટાફે વૃધ્ધના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.