જામનગરનાં જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગાંધી ગૌરવ (બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ) તથા તેમની ટીમ દ્વારા હૃદયરોગની સારવારમાં નવીનતમ ટેકનોલોજી (એફએફઆર એન્ડ ડોટ) વિષે લાઇવ ટેલિકાસ્ટથી વૈશ્ર્વિકસ્તરે માહિતી આપવામાં આવશે. આજે સાંજે 6:30થી 9 વાગ્યા સુધી દર્દીના હૃદયરોગની સારવારમાં આ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે.
તેનું જીવંત પ્રસારણ દર્દીના ચાલુ ઓપરેશન દ્વારા વિશ્વસ્તરે રજૂ કરવામાં આવશે. આ વિશેષ માહિતીનું પ્રસારણ તબીબી તજજ્ઞો તથા જિજ્ઞાસુ જનતા માટે ખૂબ માહિતીસભર અને રસપ્રદ બની રહેશે.