આવતીકાલ તા. 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોવાથી તેમના સંકલ્પથી યોજનાઓની સેવાઓ દેશના દરેક લોકોને પ્રાપ્ત થાય તે ઉદ્ેશથી આખા દેશમાં એક પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે જામનગર શહેરમાં તા. 17-9-2023થી તા. 2-10-2023 સુધી એક પખવાડીયા સુધી 78-જામનગર (ઉત્તર) વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડવાઇઝ જનધન ખાતા ખોલવા, આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ કેમ્પ તથા સ્વચ્છતા અભિયાન દરેક વિસ્તારોમાં સેવાકિય પ્રવૃત્તિના ભાગરુપે આ વિસ્તારના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા નીચે મુજબ વોર્ડવાઇઝ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે.
જેમાં તા. 17-9-23ના વોર્ડ નં. 2માં ઇચ્છેશ્ર્વર મહાદેવ મંદિર, સાઇબાબા મંદિર રોડ, ગાંધીનગર, જામનગર, તા. 18-9-23 વોર્ડ નં. 3માં વિશ્ર્વર્માની વાડી, ગાંધીનગર રોડ, તા. 19-9-23 વોર્ડ નં. 4માં ભાજપા કાર્યાલય, ગાયત્રી ચોક, નવાગામઘેડ, તા. 20-9-23ના વોર્ડ નં. 5 વાણંદ સમાજની વાડી પાછળ, આંગણવાડી, નિલકમલ ચોકડી, તા. 21-9-23ના રોજ વોર્ડ નં. 6માં ભોલેશ્ર્વર મહાદેવ, વુલનમિલની ચાલી, તા. 22-9-23ના વોર્ડ નં. 1માં ધરારનગર કેવડા પાઠ ગર્લ્સ સ્કૂલ, બેડેશ્ર્વર, તા. 23-9-23ના રોજ વોર્ડ નં. 11માં હાપા, આરોગ્ય કેન્દ્ર (રેલવે), તા. 25-9-23ના રોજ વોર્ડ નં. 7 સતવારા સમાજની વાડી, બાલનાથ સોસાયટી, મોરકંડા રોડ, તા. 27-9-23ના રોજ વોર્ડ નં. 9માં જલારામ આંગણવાડી, ક્રિકેટ બંગલા પાછળ, તા. 29-9-23ના રોજ વોર્ડ નં. 8માં ગોકુલનગર, રડાર રોડ, બંસી સ્કૂલ, તા. 30-9-23ના રોજ વોર્ડ નં. 15માં સૂર્યદીપ સ્કૂલ, ગોકુલનગર, તા. 2-10-23ના રોજ વોર્ડ નં. 16માં પટેલ પાર્ક, પ્રસંગ હોલ, રણજીતસાગર રોડ, જામનગર ખાતે સેવાકીય કેમ્પનો લાભ લેવા 78-જામનગર (ઉત્તર) વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ઉનરોધ કરવામાં આવ્યો છે.