યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા તાજેતરમાં “Call Merging Scam” અંગે ચેતવણી આપવામાં આવી છે. આ સ્કેમ એક નવા પ્રકારની છેતરપિંડી છે, જેમાં ઠગબાજો યુઝર્સને તેમના જ બેંક ખાતાની જાણકારી આપવાની ચતુરાઈથી ફસાવે છે. જો તમે સાવચેત નહીં રહો તો પળવારમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે!

શું છે Call Merging Scam?
આ સ્કેમમાં, સ્કેમર્સ એક અજાણ્યા નંબર પરથી કોલ કરે છે અને દાવો કરે છે કે તેમને તમારો નંબર તમારા જ મિત્ર અથવા વેપારી સંપર્ક દ્વારા મળ્યો છે. જો તમે શંકા કર્યા વગર વાતચીત ચાલુ રાખો, તો તેઓ આગળ જણાવે છે કે તમારો એ મિત્ર કે વ્યાવસાયિક વ્યક્તિ બીજા એક નંબર પરથી પણ લાઇનમાં છે અને તમે તેમને એકસાથે મર્જ કરી શકો.
જેમજ તમે કોલ મર્જ કરો, તેમજ આ સ્કેમર્સ તમારું OTP સાંભળે છે, જેને પછી તેઓ તમારા બેંક એકાઉન્ટમાંથી રકમ ખસેડવા માટે વાપરે છે. આ પ્રકારે, તમે જાતે જ તમારા બેંક એકાઉન્ટની સુરક્ષા ભંગ કરી નાખો છો અને તમારું સંપૂર્ણ એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
આ સ્કેમ કેવી રીતે કામ કરે છે?
- અજાણ્યા નંબર પરથી કોલ:
- સ્કેમર્સ તમને કોલ કરીને તમારા મિત્ર અથવા વેપારીનો રેફરન્સ આપે છે.
- કોલ મર્જ કરવાની સલાહ:
- સ્કેમર્સ કહે છે કે તમારા મિત્ર અથવા પરિચિત વ્યક્તિ બીજા નંબર પરથી પણ કોલમાં જોડાવા ઈચ્છે છે.
- OTP ચોરી:
- જ્યારે તમે કોલ મર્જ કરો છો, ત્યારે તેઓ તમારું OTP સાંભળે છે, જેના દ્વારા તેઓ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢી લે છે.
Scammers are using call merging to trick you into revealing OTPs. Don’t fall for it! Stay alert and protect your money.
Share this post to spread awareness!#UPI #CyberSecurity #FraudPrevention #StaySafe #OnlineFraudAwareness #SecurePayments pic.twitter.com/kZ3TmbyVag
— UPI (@UPI_NPCI) February 14, 2025
આ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?
અજાણ્યા કોલ્સ સાથે સાવચેત રહો:
- જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારાથી કોલ મર્જ કરવાની માંગ કરે, તો તરત જ શંકાસ્પદ માનવો.
OTP કોઈ સાથે પણ શેર ન કરો:
- બેંક કે કોઈ અધિકૃત સંસ્થા તમારું OTP ક્યારેય પૂછતી નથી, તેથી જો કોઈ OTP માંગી રહ્યો છે, તો તે 100% છેતરપિંડી છે.
આધિકૃત સ્રોતો પર જ વિશ્વાસ રાખો:
- જો કોઈ તમારા બેંકના નામે કોલ કરે, તો બેંકના અધિકૃત નંબર પર પુષ્ટિ કરાવો.
મિસ્ડ કોલ અથવા અનાઉન્સ કોલ માટે સાવધ રહો:
- કોઈ અજાણ્યો નંબર વારંવાર કોલ કરે અને પછી મિસ્ડ કોલ રહેતો હોય, તો શક્ય છે કે તે એક છેતરપિંડી હોય.
1930 હેલ્પલાઇન પર રિપોર્ટ કરો:
- જો તમે છેતરપિંડીનો શિકાર બને, તો તરત જ 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવો.
સાવચેત રહો, સુરક્ષિત રહો!
UPI દ્વારા આપવામાં આવેલ આ ચેતવણી દરેક યુઝર માટે ખુબ મહત્વપૂર્ણ છે. લાપરવાહી ના કરો, જાગૃત બનો અને આ પ્રકારની છેતરપિંડીથી પોતાને અને પોતાના પરિચિતોને બચાવો!