રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે છે.
મંત્રી આવતીકાલ તા.7 જાન્યુઆરીના રોજ સવારે 8:00 કલાકે ધ્રોલ ઓફિસે લોકસંપર્ક યોજશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ કસ્તૂરબા વિકાસગૃહ જામનગરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં હાજરી આપશે. સવારે 11:30 કલાકે ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં હાજરી આપશે. બપોરે 12:30 કલાકથી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. સાંજે 5 વાગ્યાથી મંત્રીશ્રી ખીજડીયા, જાંબુદ અને શેખપાટ ખાતે લોકસંપર્ક યોજી સન્માન કાર્યક્રમોમાં હાજરી આપશે. રાત્રે 10:00 કલાકે તેઓ રણજીતનગર પટેલ સમાજ ખાતે આયોજિત સાંઈરામ દવેના ભવ્ય લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપશે.
તા.8 જાન્યુઆરીના રોજ મંત્રી સાંજે 4:00 કલાકે જામનગર રણજીતનગર પટેલ સમાજમાં આયોજિત લેઉઆ પટેલ સેવા સમાજ જ્ઞાતિ સમૂહભોજન કાર્યક્રમમાં હાજરી આપશે.