Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપર્સનલ ડેટા પ્રોટેકશન બિલને કેબિનેટની મંજૂરી

પર્સનલ ડેટા પ્રોટેકશન બિલને કેબિનેટની મંજૂરી

કાયદા ભંગ બદલે પ00 કરોડ સુધીના દંડ સહિતની આકરી જોગવાઇ : બાળકોના ડેટા વિશે ખાસ નિયમો

ભારતમાં લાંબા વખતથી ડેટા પ્રોટેકશન કાયદો ઘડવાની હિલચાલ હતી જે હવે આગળ ધપી હોય તેમ કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં સૂચિત વિધેયકને મંજુરી આપી દેવામાં આવી હતી અને હવે તેે સંસદના ચોમાસુ સત્રમાં હજુ કરવામાં આવે તેવી શકયતા છે. કાયદાનો ભંગ કરવા બદલ પ00 કરોડ સુધીનો દંડ સહિતની આકરી જોગવાઇઓ કરવામાં આવી છે.
દેશમાં ઘણા સમયથી કડક ’ડેટા પ્રોટેક્શન લો’ની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. દુનિયાના ઘણા દેશોમાં લોકોની ગોપનીયતાની સુરક્ષાને લઈને પહેલાથી જ કડક કાયદા છે, પરંતુ ભારતમાં આવો કોઈ કાયદો નહોતો. હવે આ કાયદાનું કડક પાલન કરવા માટે સરકાર ટૂંક સમયમાં ’ડેટા પ્રોટેક્શન બોર્ડ’ની રચના કરશે. બિલ અનુસાર, કાયદાને લાગુ કરવા માટે ’ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયા’ની રચના કરવામાં આવશે. તે યુઝર્સની ફરિયાદો સાંભળવા અને ઉકેલવા પર પણ કામ કરશે.પ્રાઈવસી કે ડેટા સિક્યુરિટી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ માટે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. બિલ અનુસાર નિયમોના ઉલ્લંઘન માટે કંપનીઓ પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. દેશમાં કોઈ કડક કાયદો ન હોવાને કારણે ડેટા ધરાવનારી કંપનીઓ આનો ફાયદો ઉઠાવે છે.

- Advertisement -

તાજેતરમાં, દેશની અંદર ઘણા પ્રસંગોએ બેંક, વીમા અને ક્રેડિટ કાર્ડ્સ સંબંધિત ઘણા ડેટા લીકના સમાચાર સામે આવ્યા છે. આનાથી ડેટા સુરક્ષામાં લોકોનો વિશ્ર્વાસ ડગમગી ગયો છે. ઘણી વખત કંપનીઓ યુઝર્સના ડેટા સાથે ચેડા કરે છે અને તેમની પરવાનગી વિના તેઓ ડેટાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરે છે. આ બિલ ડેટાના આવા ઉપયોગ પર પ્રતિબંધ લગાવશે. ડેટા પ્રોટેક્શન બિલની જોગવાઈઓ અનુસાર હવે જો કોઈ યૂઝર સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ ડિલીટ કરે છે તો કંપનીઓએ તેનો ડેટા પણ ડિલીટ કરવો પડશે. કંપની તેના વ્યવસાયિક ઉદ્દેશ્યોની પૂર્તિ માટે જ યુઝરનો ડેટા રાખી શકશે. વપરાશકર્તાઓને તેમનો વ્યક્તિગત ડેટા સુધારવા અથવા ભૂંસી નાખવાનો અધિકાર હશે. બાળકોના અધિકારોને ધ્યાનમાં રાખીને, નવું બિલ કોઈપણ કંપની અથવા સંસ્થાને આવા ડેટા એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકશે, જે બાળકોને નુકસાન પહોંચાડે છે. તે જ સમયે, લક્ષિત જાહેરાતો માટે બાળકોના ડેટાને ટ્રેક કરવામાં આવશે નહીં. બાળકોના ડેટાની ઍક્સેસ માટે પેરેંટલ પરવાનગી ફરજિયાત રહેશે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બિલમાં પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular