રાજ્યમાં કોવિડની પરિસ્થિતિનાઅ બીજી લહેરના સમયે સરકારે તમામ બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ કર્યો હતો. તેની સામે તબીબો હાઈકોર્ટમાં ગયા હતા. દરમિયાન આરોગ્ય વિભાગે મંગળવારે પરિપત્ર કરીને બોન્ડેડ તબીબો બોન્ડ ભરીને સેવામાંથી મુક્ત થઈ શકશે તેવું જાહેર કર્યું છે. સરકારે આશરે 400 જેટલાં તબીબોના ઓર્ડર કર્યા હતા પરંતુ કોવિડની અસર ઓસરી જતા બોન્ડ લેવાનું સ્વીકાર્યું છે.
કોરોનાની બીજી લહેર વખતે સરકારે તબીબોની અછત નિવારવા માટે બોન્ડેડ તબીબો પાસેથી પૈસા લેવાના બદલે સેવા લેવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૃપે આશરે 400 જેટલાં તબીબોના ઓર્ડર કર્યા હતા. પરંતુ તબીબોએ વિરોધ કરીને હાજર નહીં થતા લગભગ 400 જેટલા તબીબો સામે એફઆઈઆર પણ થઈ હતી. તેથી આ તબીબો કોર્ટમાં ગયા હતા જેનો ચુકાદો બાકી છે.
વર્ષ 2021 દરમિયાન એપેડેમિક એક્ટ અંતર્ગત નિમણૂક આપવામાં આવી હોય તેવા બોન્ડેડ તબીબોને ફરજિયાત હાજર થવા જણાવાયું હતું. તેમજ રાજ્યમાં બોન્ડની રકમ ભરી દીધી હોય તેવા બોન્ડેડ તબીબો પણ ફરજમાં જોડાયા છે જેથી રાજ્યની કોવિડ-19ના કેસોની પરિસ્થિતિ ધ્યાને લેતા અગાઉથી બોન્ડની રકમ ભરી દીધી હોય તેમ છતાં એપેડેમિક એક્ટ અંતર્ગત ફરજમાં હોય તેવા બોન્ડેડ તબીબોને જે તે નિયંત્રણ અધિકારી સમક્ષ બોન્ડ ફ્રી ર્સિટફિકેટ રજૂ કર્યો ત્યારથી તેઓને ફરજમાંથી મુક્ત કરવા જણાવવામાં આવે છે તેવો પરિપત્ર કર્યો હતો. હવે આરોગ્ય વિભાગે પરિપત્ર કરીને આદેશમાં ફેરફાર કરીને બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ રાબેતા મુજબ સ્વીકારી શકાશે તથા બોન્ડ અન્વયે બોન્ડની રકમ ન ભરનાર તબીબોએ ફરજિયાત સેવામાં જોડાવવાનું રહેશે તેવો હુકમ કર્યો છે. જે બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ લેવાની છે તે પૈકી મોટાભાગના રૂા.5 થી રૂા.10 લાખના બોન્ડ ભરવાના હોય તેવા તબીબો છે. હવે બોન્ડની રકમમાં ફેરફાર થતા યુજીમાં રૂા.20 લાખ અને પીજીમાં રૂાૃ.40 લાખ છે. પરંતુ તે બેચના એક પણ ડોક્ટર આમાં નથી.