Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીય2024 સુધીમાં દેશના રસ્તાઓ હશે અમેરિકાની બરાબર : ગડકરી

2024 સુધીમાં દેશના રસ્તાઓ હશે અમેરિકાની બરાબર : ગડકરી

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે 2024ના અંત પહેલા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાના સ્તરની બરાબર થઈ જશે. FICCIના 95માં વાર્ષિક સંમેલનને સંબોધતા મંત્રીએ કહ્યું કે અમે દેશમાં વિશ્વ કક્ષાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ અને તમને વચન આપીએ છીએ કે 2024ના અંત પહેલા અમારૂં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુએસના માપદંડો જેટલું હશે.

- Advertisement -

લોજિસ્ટિક ખર્ચના મુદ્દે તેમણે કહ્યું કે 2024ના અંત સુધીમાં તેને 9 ટકા સુધી લઈ જવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું, ેઅમારી લોજિસ્ટિક્સ કોસ્ટ એક મોટી સમસ્યા છે. હાલમાં તે 16 ટકા છે, પરંતુ હું તમને વચન આપું છું કે 2024ના અંત સુધીમાં, અમે તેને સિંગલ ડિજિટમાં લઈ જઈશું જે નવ ટકા હશે. બાંધકામ ઉદ્યોગ વિશે વાત કરીએ તો. મંત્રીએ જણાવ્યું હતું કે સ્ટીલના વિકલ્પો અપનાવીને બાંધકામમાં સ્ટીલનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘અમે જાણીએ છીએ કે બાંધકામ ઉદ્યોગ માત્ર પર્યાવરણના પ્રદૂષણમાં નોંધપાત્ર ફાળો આપે છે એટલું જ નહીં પરંતુ વૈશ્ર્વિક સામગ્રી અને સંસાધનોનો 40 ટકા ઉપયોગ પણ કરે છે. અમે સંસાધનોની કિંમત ઘટાડવા અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જેમ આપણે જાણીએ છીએ કે બાંધકામ માટે સિમેન્ટ અને સ્ટીલ મુખ્ય ઘટકો છે, તેથી અમે વિકલ્પો અપનાવવાનો પ્રયાસ કરીને બાંધકામના કામમાં સ્ટીલનો ઉપયોગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

મંત્રીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજન ઊર્જાનોસ્ત્રોત બનશે. ‘ગ્રીન હાઇડ્રોજન એ ભવિષ્ય માટેનું બળતણ છે. ભારત એક ઉર્જા નિકાસકાર તરીકે પોતાને આકાર આપવા માટે ઉત્તમ સ્થિતિમાં છે અને ભારતમાં ગ્રીન હાઇડ્રોજનની સંભવિતતાને કારણે જ આ શકય બની શકે છે. નજીકના ભવિષ્યમાં, ગ્રીન હાઇડ્રોજન આમાંથી એક બની રહ્યું છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા દેશો, ભારત ટકાઉ વિકાસ લક્ષ્યોના એજન્ડા 2030ને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઇલેક્ટ્રિક મોબિલિટી વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર હોવું જોઈએ. અને અમારું ધ્યાન આ ઓટોમોબાઈલને બચાવવા પર છે જે વૈકલ્પિક ઈંધણ પર ચાલે છે. 2030 સુધીમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સૌથી અસરકારક પરિવહન પ્રણાલી હશે. થોડા દિવસો પહેલા કેનેડિયન કંપની મારી પાસે એ બતાવવા માટે આવી હતી કે આપણે દરિયાના પાણીમાં ખાણકામ કરીને કોબાલ્ટ અને મેંગેનીઝ કેવી રીતે મેળવી શકીએ છીએ. તેઓએ મને તે જ ખાણ સામગ્રી બતાવી અને તેણે દાવો કર્યો કે જો આપણે કોબાલ્ટનાસ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરી શકો છો, તેનાથી બેટરીની કિંમતમાં ઘટાડો થશે. બેટરી અંગે વૈશ્વિક સ્તરે ઘણું સંશોધન ચાલી રહ્યું છે. આપણે આ ક્ષેત્રમાં અગ્રણી બનવું જોઈએ. તેમણે કહ્યું, આજે આપણો ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂ. 7.5 લાખ કરોડનો છે અને અમે તેને રૂ. 15 લાખ કરોડ સુધી લઈ જવા માંગીએ છીએ. આનાથી ઘણી નવી નોકરીઓનું સર્જન થશે અને ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ ઉત્પાદકોમાંનું એક બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular