બિપરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે.વિભાગ હેઠળના જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતના તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.સરકાર તરફથી નવી સૂચના મળ્યે બસોનું પરિવહન પૂનઃ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે તેમ જામનગરના વિભાગીય નિયામક સંજય જોશી દ્વારા જણાવાયું છે.