ઓખાના ભુંગા મદરેસાની બાજુમાં રહેતા હાસમભાઈ હસનઅલી સીરાજી નામના 65 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં ગત તારીખ 25 એપ્રિલથી તારીખ 26 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી, રૂમમાં રાખવામાં આવેલા રૂપિયા 20,000 રોકડા તથા રૂપિયા 3,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 23,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 380 તથા 497 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.