જામનગર શહેરના દરબારગઢ બર્ધન ચોક સહિતના વિસ્તારોમાંથી જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુરૂવારે બપોરના સમયે ફરીથી નાના મોટા દબાણ હટાવવા કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જેમાં બર્ધનચોકની મધ્યમાં આવેલ એક સર્કલ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ વિસ્તારોમાં મેગા ઓપરેશન શરૂ થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.


