ગુજરાતભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓએ અનેક લોકોને અડફેટે લીધા છે. આવી જ વધુ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. જેમાં સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારમાં એક આધેડ પર આખલાએ હુમલો કરતાં તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
#Gujarat #Bhavnagar #CCTV #video #khabargujarat
આખલાનો આતંક સીસીટીવીમાં કેદ
ભાવનગરમાં સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારમાં એક આધેડ પર આખલાએ હુમલો કરતાં તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
એક મહિલાને પણ આખલાએ અડફેટે લીધા pic.twitter.com/4NB7OeftXn
— Khabar Gujarat (@khabargujarat) December 6, 2021
સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક આધેડ જેવા ઘરની બહાર નીકળે છે તરત જ રોડ પર ઉભેલો આખલો તેને શીંગડામાં ઊંચકી દુર લઇ જીને તેને કચડી નાખે છે. બાદમાં પરિવારજનો અને આજુબાજુના લોકો એકઠા થઇને તેને બચાવવા જાય છે તે દરમિયાન એક મહિલાને પણ આખલો નીચે પછાડી દે છે.