વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રજૂ થયેલ બજેટને અર્થતંત્રની ગતિશિલતા સાથે જન-જનના સપના સાકાર કરનારું બની રહેશે. તેમ 12-જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું છે અને વૈશ્ર્વિકસ્તરે ભારતના ખેતી, રોજગાર, ઉત્પાદન, શિક્ષણ, આરોગ્ય, મહિલા ઉત્કર્ષ, ઇન્સ્ટ્રા-ઇન્ફ્રાસ્ટકચર, ઉદારીકરણ સહિતના ક્ષેત્રમાં સૌના વિશ્ર્વાસને પ્રતિપાદિત કરતાં પ્રોત્સાહક અને આદર્શ ઐતિહાસિક અને સમસ્ત બજેટ માટે પૂનમબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારામણને અભિનંદન પાઠવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ભારતના બજેટ ઉપર સમગ્ર દુનિયાની નજર છે. તે મુજબનું જ વર્ષ 2023નું ઐતિહાસિક બજેટ વિઝનરી અને પ્રોડકટીવ બની રહેશે. તેની પ્રતિતિ સમગ્ર ભારત કરી રહ્યું છે. તેમ 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ કેન્દ્રીય બજેટનો અભ્યાસ પૂર્ણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું.
આ તકે સંસદસભ્ય પૂનમબેન માડમએ બજેટનું વિશ્ર્લેષાત્મક પ્રતિભાવમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિર્ધદ્રષ્ટિવંત માર્ગદર્શનમાં નાણામંત્રી સીતારામનએ રજૂ કરેલુ કેન્દ્રીય બજેટ-2023-24 દેશનો વિકાસ-પ્રગતિ અને સ્થિરતા સાથે જન-જનના સપના સાકાર કરવાનું સુનિશ્ર્ચિત કરશે તેમજ ગૌરવપૂર્ણ રીતે એમ પણ જણાવ્યું છે કે, વૈશ્ર્વિકસ્તરે ભારતના ખેતી-રોજગાર, ઉત્પાદન, શિક્ષણ, આરોગ્ય, મહિલા ઉત્કર્ષ, ઇન્ફ્રાસ્ટ્રકચર-ટેકસ ઉદારીકરણ સહિતના ક્ષેત્રોમાં સૌના વિશ્ર્વાસને પ્રતિપાદિત કરતાં પ્રોત્સાહક અને આદર્શ ઐતિહાસિક અને સમર્થ બજેટ માટે આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રધભાઇ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણના ખૂબ ખૂબ આભારી છીએ.
ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાર્ટઅપ, મેન્યુફેકચરીંગ, ડીજીટાઇઝેશન, ઇનોવેશન, ટેકનોલોજી, ગ્રીન એનર્જી, રિસર્ચ-બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ સહીત આત્મનિર્ભર ભારત માટે કરેલી જોગવાઇઓથી આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્ર પ્રગતિના નભને આંબશે તેવી દ્રઢ વિશ્ર્વાસ પૂનમબેનએ વ્યક્ત કર્યો છે.
કેમ કે, ઘર આંગણાથી માંડી વૈશ્ર્વિકસ્તરે ભારતની ઇકોનોમીને ગતિશિલતા આપતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સઘન અને વિઝનરી માર્ગદર્શન હેઠળનું કેન્દ્રીય બજેટ તમામ વર્ગનું આ અંદાજપત્ર હોવાનું જણાવી 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ઉમેર્યું હતું કે, કૃષિ પ્રધાન રાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતી માટે ગોબરધન યોજના ઉપરાંત યુવાનો માટે ઉંચાઇએ આંબવાની જોગવાઇઓ તો સામાન્ય વર્ગનું જીવન સાનુકુળ કરતી રાહતો અને યોજનાઓ મહિલા માટે ખાસ ફંડની ફાળવણી સિનિયર સિટિઝન માટે જીવનસંધ્યા ખીલવતી તકો સહિત મુખ્ય સેગમેન્ટસમાં બજેટને નાણામંત્રી નિર્મલા સીતારમણએ વિભાજીત કર્યું છે. જેમાં દરેક વિભાગમાં આનુસાંગિક અનેકવિધ પ્રાવધાનો કરવામાં આવ્યા છે. જે ઇકોનોમીને વેગવંતું કરવાની સાથે પ્રજાજનોને નૈતિક હિંમત અને બહુઆયામી સુરક્ષીતતા પ્રદાન કરનારું છે.
કેન્દ્રીય બજેટ 2023-24થી ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાર્ટઅપ, ઇનોવેશન, મેન્યુફેકચર ક્ષેત્ર માટે નવી દિશાઓ ખુલશે તો આવકવેરા માળખાની ઉદારતા ભરી રાહત દરેક વર્ગને નાણાંકીય લાભ અપાવશે. સાથે સાથે બિઝનેસની સાનુકુળતા, શિક્ષણ, આરોગ્ય, જીડીપી માટે મજબૂતાઇ પ્રદાન થશે તેમ પણ સાંસદ પૂનમબેન એ આ તકે જણાવ્યું છે અને રાષ્ટ્રના જનજન માટેનું બજેટ વડાપ્રધાનના ઘષ્ઠિ માર્ગદર્શનમાં નાણામંત્રીએ આપતા વધુ એક વખત જન વિશ્ર્વાસ કેળવનારા આ બજેટની આર્થિક જોગવાઇઓથી દરેક વર્ગ ખુશ થયા છે.
ખાસ કરીને ગૌરવપ્રદ બાબત એ પણ છે કે, અર્થતંત્રની અસ્થિરતાથી દુનિયા ડામાડોળ છે. ત્યારે આ વર્ષ 2023-24નું બજેટ ભારતને મક્કમ ગતિએ આગળ ધપાવનારું બની રહેશે. માત્ર ફિગર જ નહીં ફેકટર અને ફિલિંગ્સ સાથેનું સૌના પ્રયાસને ગતિશીલ કરતું આદર્શ બજેટ એ આઝાદી અમૃતકાળની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશને વિકાસની હરણફાળરૂપી ભેટ સમાન હોવાનું જણાવ્યું છે.
વિશેષ સઘન અભ્યાસ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ એમ પણ જણાવ્યું છે કે, રાષ્ટ્ર એકજૂથ થઇ નયા ભાતના નિર્માણ માટે કટિબધ્ધ થયું છે. ત્યારે આઝાદીના અમૃતકાળનું આ બજેટ ભારતની આર્થિક સ્થિતિને વધુને વધુ સ્થિરતા સાથે પ્રગતિનું ઇંજન આપી આપણી અર્થવ્યવસ્થાને સુદ્રઢ કરનારું છે. સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્ર્વાસ સૌના પ્રયાસથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરતા સમાન અને સમાંતર તેમજ સર્વાંગી વિકાસ છેવાડાના માનવી સુધી દરેક સુવિધા ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણ ક્ષમતાને ઉજાગર કરવાની અનેક દિશાઓ ગ્રીન સેકટર ગ્રોથ યુવાશક્તિને ગગનવિહાર માટે હજૂય સાનુકુળતાઓ નાણા ક્ષેત્રને સ્થિુરતા સાથે મજબૂતાઇ પ્રદાન કરવાની સાથેના આ બજેટમાં 5જી એપ્સ તૈયાર કરવાની પ્રયોગશાળાઓ બનશે જે ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિકાી કદમ બની રહેશે.
નોંધપાત્ર છે કે, વર્ષ 2014થી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારએ દેશવાસીઓના જીવનને વધુ ગુણવત્તાસભર અને ગરીમાપૂર્ણ બનાવ્યું છે. વ્યક્તિદીઠ આવક વધીને 1.97 લાખ રૂપિયા થઇ છે. છેલ્લા 9 વર્ષમાં અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમી સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થાના રુપમાં આગળ વધી રહી છે અને હજૂય ઉર્જા સુરક્ષા ક્ષેત્રમાં રૂા. 35 હજાર કરોડનું રોકાણ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત-2030 સુધી 5 એમએમટી વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય નવિનિકરણ ઉર્જા ક્ષેત્રમાં રૂા. 20.700 કરોડનું થશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા પીએમ પ્રણામ યોજના લોન્ચ કરાશે અને ગોબરધન યોજના અંતર્ગત 500 નવા પ્લાન્ટની સ્થાપના થશે. તો પ્રાકૃતિક ખેતી માટે 10 હજાર બાયો-ઇનપુટ રિસોર્સ કેન્દ્રો સ્થાપિત થશે. સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર્સ સ્થાપિત થશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરુઆત થશે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા. 75000 કરોડનો ખર્ચ કરાશે. 50 નવા એરપોર્ટ અને હેલીપેડનું નિર્માણ થશે. શહેરી વિકાસ માટે વાર્ષિક રૂા. 10,000 કરોડ ખર્ચાશે. જેમાં આવાસ યોજનાઓને પણ પ્રાધાન્ય અપાશે સાથે-સાથે મહામારીથી પ્રભાવિત એમએસએમઇ સેકટરને રાહત આપી ભારતના અર્થતંત્રને મજબૂત હિસ્સો બનાવાશે. સામાજિક ભૌગોલિક ઉત્પાદકતા ઉ5લબ્ધતા સાથે જરુરીયાતને લક્ષ્યમાં લઇ વિવિધ વર્ગો માટે તેમના વિસ્તાર તેમના વ્યવસાય તેમની ક્ષમતા તેમની પરંપરા દરેકને ધ્યાને લઇ દેશના દરેક રાજ્યો પ્રદેશોને સાનુકુળ યોજનાઓ અને સુવિધાઓ સાથે રાષ્ટ્ર નિર્માણની કટિબધ્ધતા આ બજેટમાં ઉભરી આવી છે તેમ પણ આ તકે સારાંશમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું છે.