Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે...!!

ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

વૈશ્વિક બજારોમાં થઈ રહેલી અફડાતફડી સાથે ભારતીય શેરબજાર સપ્તાહના અંતે ફરી બજાર રિકવરીના પંથે આવી ગયું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ યુક્રેન મામલે અમેરિકા – રશીયા વચ્ચે યુદ્વના ભણકારાં અને બીજી તરફ ફુગાવા – મોંઘવારીને કાબૂમાં લેવા યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગમાં માર્ચમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવશે એવી અહેવાલ અને કોરોના – ઓમિક્રોનના સંક્રમણથી વૈશ્વિક આર્થિક અધોગતિના એંધાણ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં છેલ્લા નવ દિવસમાં મોટી ઉથલપાથલ સર્જાઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ ફરી ચિંતા વ્યકત કરીને ચાલુ વર્ષમાં ટૂંક સમયમાં જ માર્ચમાં વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવશે એવા અપાયેલા સંકેત અને ક્રુડ ઓઈલમાં તેજી સાથે બ્રેન્ટ ૯૦ ડોલરની સપાટી કુદાવી જતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે કડાકો બોલાઈ ગયો  હતો.

આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં સતત ફંડોના ઓફલોડિંગે અને અન્ય મેટલ – માઈનીંગ, એફએમસીજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં હેમરીંગે ભારતીય શેરબજારમાં સપ્તાહના આરંભમાં જ બીએસઇ સેન્સેકસ ૫૬૪૩૯.૩૬ પોઈન્ટ સુધી આવી ગયા બાદ સપ્તાહના અંતે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ ઘટાડો પચાવીને અંતે અત્યંત મહત્વ એવા કેન્દ્રિય બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી પ્રત્યાઘાતી રિકવરી જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચાલુ જાન્યુઆરી માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ કારણે ગત કેલેન્ડર વર્ષમાં નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના ડાઉનગ્રેડ કર્યાના હતા. ઉપરાંત  મોર્ગન સ્ટેન્લીએ પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારના કેશ સેગમેન્ટમાંથી અંદાજીત રૂ.૩૨૬૭૬.૫૩ કરોડ પાછા ખેંચી લીધા છે.

- Advertisement -

ઓક્ટોબર માસમાં બીએસઇ સેન્સેક્સ તેની ૬૨૨૪૫ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ ગત સપ્તાહે વેચવાલીના ભારે દબાણે બીએસઇ સેન્સેકસ અત્યાર સુધીમાં અંદાજીત ૫૦૦૦ પોઇન્ટ તુટીને ૫૮૦૦૦ની અંદર ઉતરી આવ્યો છે. જ્યારે નિફ્ટીએ ૧૭૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ રૂ.૯૧૩.૭૭ કરોડનું રોકાણ કર્યું હતું. જો કે, એપ્રિલ માસથી ઓગસ્ટ સુધી તેઓએ એકધારી વેચવાલી હાથ ધરી હતી. હવે ઓક્ટોબર માસમાં થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં પણ વેચવાલી હાથ ધરી છે.

વૈશ્વિક સ્તરે અમેરિકામાં ફુગાવો ચાલીસ વર્ષની ઊંચી સપાટીએ છે ત્યારે વ્યાજ દર વધારવાનું આવશ્યક બની જાય છે, એમ ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ના ચેરમેન જેરોમ પોવેલ કમિટિની ગત સપ્તાહની બે દિવસની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વે માર્ચમાં વ્યાજ દર વધારવાના સંકેત આપ્યા હતા તથા બોન્ડ બાઈંગ કાર્યક્રમનો પણ જલદીથી અંત લાવવાના નિર્ણયને દોહરાવ્યો હતો.

કોરોના સામેથી અર્થતંત્રને બચાવવા ફેડરલ રિઝર્વે ૨૦૨૦માં જાહેર કરેલી હળવી નાણાં નીતિનો અંત સાથે ૦.૨૫ ટકાથી ૦.૫૦ ટકા સુધીનો વ્યાજમાં વધારો કરે તેવી સંભાવના છે.માર્ચમાં વ્યાજ દરમાં સૂચિત વધારો ત્રણ વર્ષમાં પહેલી વખત જોવા મળશે. ૧૫-૧૬ માર્ચના મળનારી કમિટિની હવે પછીની બેઠકમાં વ્યાજ દરમાં વધારો જાહેર થવાની રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે. ઉપરાંત ફેડરલે બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં કાપ મૂકવાનું આ અગાઉથી જ ચાલુ કરી દીધું છે અને માર્ચમાં તેનો અંત લાવવા તરફ આગળ વધી રહ્યું છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, વૈશ્વિક તેમજ સ્થાનિક પ્રતિકૂળ પરિબળો, પ્રિ-બજેટ કરેકશન સહિતના પરિબળો પાછળ ભારતીય શેરબજારોમાં વિતેલા સપ્તાહમાં એકધારી પીછેહઠ થવા પામી હતી. આગામી સપ્તાહમાં બજેટ દરખાસ્તો, ફુગાવો તેમજ કોરોનાને કારણે બજારમાં અસ્થિરતા ભરી રહેવાની સંભાવના છે. આગામી બજેટમાં સરકાર એવા ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે જે વધુ રોજગારી ઉત્પન્ન કરે અથવા મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો હોય. જો કે, બજાર બજેટ પહેલાથી જ ડિસ્કાઉન્ડ મોડ પર કાર્યરત છે. બજેટ થકી બજારમાં તાત્કાલિક વધારો અસંભવિત લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો બજેટ બજારો માટે નોન-ઇવેન્ટ બનવાનું છે. જો કે, કોઈ આશ્ચર્યના કિસ્સામાં, બજાર નજીકના ગાળામાં, ઝડપથી સુધરે તેવી શક્યતા છે.

બજેટ પછી ૨૦૨૨ના બાકીના સમયગાળામાં બીજી કઈ મહત્વની ઘટનાઓ અથવા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ. હંમેશની જેમ ફેડ સ્ટેન્સ, ફુગાવો, આરબીઆઇની નાણાકીય નીતિ, ત્રિમાસિક પરિણામો વગેરે જેવા ઘણા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ. વર્ષ ૨૦૨૨ એ એકત્રીકરણ, અસ્થિરતા અને સુધારણાનું વર્ષ છે. કરેકશન એ લોકો માટે સકારાત્મક શબ્દ છે જેઓ ઇકિવટીને તક તરીકે જુએ છે અને જોખમ તરીકે નહીં. અને આ સંદર્ભમાં કરેકશન શેરના ભાવની સંરેખણને વાસ્તવિક સ્તરો સુધી પહોંચાડે છે. આમ, આપણે સ્ટોક સ્પેસિફિક માર્કેટના વર્ષમાં પાછા ફર્યા છીએ. આગામી સમયમાં બજાર સારું વળતર આપી શકે છે, પરંતુ ફેડ રેટમાં વધારો, ફુગાવામાં વધારો તેમજ કોવિડને કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે. તેથી, રોકાણકારો એ ધ્યાનપૂર્વક ઇકિવટી રોકાણ કરવું અને મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૧૩૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૨૭૨ પોઇન્ટથી ૧૭૩૦૩ પોઇન્ટ, ૧૭૩૭૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૩૭૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૮૦૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૦૦૯ પોઇન્ટના પ્રથમ અને ૩૯૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઇન્ટથી ૩૭૦૦૭ પોઇન્ટ, ૩૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૯૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એક્સિસ બેન્ક ( ૭૬૦ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૮૦ થી રૂ.૭૯૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) અદાણી પોર્ટ ( ૭૧૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૯૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૬૮૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૬૨૬ ) :- રૂ.૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૫૯૫ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ઓરબિન્દો ફાર્મા ( ૬૧૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૬ થી રૂ.૬૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ડાબર ઈન્ડિયા ( ૫૨૫ ) :- રૂ.૫૦૫ નો પ્રથમ તેમજ રૂ.૪૯૪ ના સ્ટોગ સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૫૪૭ થી રૂ.૫૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ટાટા મોટર્સ ( ૪૯૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૮૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૫૧૦ થી રૂ.૫૨૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) સન ટીવી નેટવર્ક ( ૪૮૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૪૬૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૪૯૭ થી રૂ.૫૧૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) અંબુજા સિમેન્ટ ( ૩૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૪૩ આસપાસ રોકાણકારે રૂ.૩૬૭ થી રૂ.૩૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એચસીએલ ટેકનોલોજી ( ૧૦૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૦૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૮૫ ) :- આ સ્ટોક રૂ.૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૭૪૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઓરબિંદો ફાર્મા ( ૬૨૩ ) :- ૭૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૫૮૫ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૭ થી રૂ.૬૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ટાટા સ્ટીલ ( ૧૦૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૩૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) સન ફાર્મા ( ૮૨૫ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૦૮ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ભારતી એરટેલ ( ૭૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૯૬ થી રૂ.૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૫૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) દ્વારિકેશ સુગર ( ૯૪ ) :- સુગર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૯ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) નેટવર્ક૧૮ લિમિટેડ ( ૮૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે એડવરટાઈઝીંગ એન્ડ મીડિયા સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૫ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) એનસીસી લિમિટેડ ( ૭૨ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કન્સ્ટ્રકશન & ઈજનેરી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સ્પાઈસજેટ લિમિટેડ ( ૬૨ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૮૦૮ થી ૧૭૩૭૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular