ચાલુ વર્ષનું ડિજિટલ બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે તે ખરેખર બેલેન્સ અને ભારતની ઇકોનોમીને બુસ્ટ આપે તેવું છે. આ બજેટને ફૂલગુલાબી બજેટ પણ કહી શકાય. બે વર્ષ પહેલાં ટેક્ષ રિફોર્મસને સ્ટેબલ રેક્ષ રિફોર્મ તરીકે જાળવી રાખીશું તેવી જાહેરાત થઇ હતી. તે મુજબ ચાલુ વર્ષે ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ ફેરફાર કરેલ નથી. સ્ટેબલ ટેક્ષ રિફોર્મ દરેક માટે સારી વાત છે. દરવર્ષે ટેક્ષ સ્લેબમાં ફેરફાર કરો તો વેપારી અને ઇન્મટેક્ષ ભરનાર માટે લાંબાગાળાનું આયોજન શકય નહોતું તે વાત હવે ભૂતકાળની બની ગઇ છે બજેટના મુખ્ય પાસા જોઇએ તો તે નીચે મુજબ છે.
- ડાયરેકટ ટેક્ષ
કો-ઓપરેટીવ સોસાયટી માટે જેની આવક 1 કરોડથી 10 ટકા કરોડ વચ્ચે તેઓ માટે 7 ટકા સુધી સચાર્જ ઘટાડવાની પ્રપોઝલ છે. આ મધ્યમ કક્ષાની કો-ઓપરેટીવ સોસાયટી માટે સારી વાત છે. જો ઇન્કમટેક્ષ રિટર્નમાં ભૂલ થઇ હોય તો બે વર્ષની અંદર સુધારેલું રિટર્ન ફાઇલ થઇ શકશે અનબ્લેન્ડેડ ફયૂલ ઉપર લીટરે રૂા. 2 કસ્ટમ ડ્યૂટીની ભલામણ છે. જે ઓકટોબર-2022થી લાગુ પડશે. જેમ્સ એન્ડ જવેલરી ઉપર 5 ટકા સુધી ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવાની ભલામણ છે. ડિજિટલ એસેટસ (ક્રિપ્ટો કરન્સી) ઉપર 30 ટકા ટેક્ષની ભલામણ છે. તે લોસ થયેલ હોય કે, ગીફટ હોય તો પણ લાગશે. 1 ટકા ટીડીએસ લાગશે. જ્યારે કલાયન્ટને પેમેન્ટ થાય ત્યારે રિવાઇઝડ રિટર્નમાં જો લોસ બતાવેલ હોય તો તે એલાવ નહીં થાય તથા મુળ રિટર્ન કરતાં જવાબદારી ઘટેલ હોય તો તે પણ માન્ય નહીં રહે તથા જો કોઇ સર્ચ કે સર્વે થાય અને તેના પરિણામે રિવાઇઝ રિટર્ન ભરવાની પરવાનગી નહીં મળે તથા જો એક વર્ષની અંદર રિવાઇઝ રિટર્ન હોય તો 25 ટકા અને બે વર્ષની અંદર રિવાઇઝ રીટર્ન હોય તો 50 ટકા વધારાનો ટેક્ષ લાગશે. હેલ્થ અને એજ્યુકેશન સેશ તથા સરચાર્જ ધંધાકીય ખર્ચ તરીકે બાદ નહીં મળે. કોર્પોરેટ ટેક્ષ 18 ટકા થી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરેલ છે. ઇમીટેશન જવેલરી ઉપર રૂા. 400 પ્રતિ કિલો કસ્ટમ ડયૂટી લાગુ પડશે જેથી ભારતના ઇમીટેશન જ્વેલરી ઉત્પાદકોને ફાયદો થશે. ઇન્કમટેક્ષ દરોડામાં જપ્ત મિલકત ઉપર સેટલમેન્ટ નહીં થાય.
- ઇનડાયરેકટ ટેક્ષ
જીએસટીમાં ક્રેડિટ/ડેબિટ નોટ કે બાકી રહી ગયેલ આઇટીસી પછીના વરસના 30 સપ્ટે. સુધી બાદ લઇ શકાતી હતી તે પછીના વરસના 30 નવેમ્બર સુધી બાદ લઇ શકાશે. આ એક પ્રગતિકારક પગલું છે. (હવે ફકત રિવાઇઝ 3-બી ભરવાની પરમીશન મળે તો બોનાફાઇડ ભુલો સુધરી શકે. કોમ્પોઝિશન વેપારી જીએસઆરટીઆર 4 ન ભરે તો નંબર રદ્ થઇ શકશે. ટીસીએસ રિટર્ન મોડું ફાઇલ કરવામાં આવશે તો હવે તેમાં પણ પેનલ્ટી લઇ શકાશે. ક્રેડિટ લેજરમાં જમા પડેલ રકમ જીએસટીઇન કહે તેટલી જ ક્રેડિટ બાદ લઇ શકાશે. આ એક વેપારીના પૈસા બ્લોક કરવા જેથી વાત થશે.
- અન્ય ફેરફારો
સ્ટેટ ગવર્મેન્ટના સરકારી કર્મચારી માટે એનપીએસ 10 ટકા કરેલ છે. સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે મોંઘવારી ભથ્થુ 3 ટકાથી વધારવામાં આવેલ છે. સરકારી કર્મચારીઓને પેન્શન ટેક્ષમાં છૂટ આપવામાં આવેલ છે. 2022-23 પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ એફોર્ડબલ મકાન બનાવવામાં આવશે જે રિયલ એસ્ટેટ માટે સારી વાત છે.
ડિજિટલ યુનિવર્સિટીની રચના કરવામાં આવશે જે દેશના વિદ્યાર્થીઓને વૈશ્ર્વિકસ્તરનું શિક્ષણ મેળવવાની તક આવશે. ઇ-પાસપોર્ટ 2022-23થી જારી કરવામાં આવશે જેથી પાસપોર્ટ ઓફિસના ધક્કા ઓછા થશે. ખેડૂતોને ઓર્ગેનિક ખેતી ઉપર ભાર આપવામાં આવશે. ગંગા નદીની આસપાસ 5 ટકા કિ.મી.ની દાયરામાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.