Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયબજેટ 2021 : જાણો કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ થશે...

બજેટ 2021 : જાણો કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ થશે સસ્તી

- Advertisement -

નિર્મલા સિતારમણ આજે બજેટ રજુ કરી રહ્યા છે. ત્યારે તેમણે કરેલ અત્યાર સુધીની ઘોષણાઓ પરથી અમુક વસ્તુઓ સસ્તી થઇ શકે છે તો અમુક વસ્તુઓ મોંઘી પણ થશે.

- Advertisement -

મોંઘુ શુ થશે?

મોબાઈલ પાર્ટ્સ પર આપવામાં આવેલી રાહત પાછી ખેંચી લેવામાં આવી છે. જેના કારણે હવેથી મોબાઈલ પાર્ટ્સ પર 2.5. ટકા કસ્ટમ ડ્યુટી લાગશે જેના કારણે મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પણ વધુ મોંઘા થશે. આ સિવાય બ્રાન્ડેડ કપડા મોંઘા થશે. અને ઓટો પાર્ટ્સ પર હવેથી વધુ ચાર્જ લાગશે માટે કાર અને બાઈક મોંઘા થઇ શકે તેવી સંભાવનાઓ છે.

- Advertisement -

સસ્તું શુ થશે ?

કસ્ટમ ડ્યુટી પોલીસીથી સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ચામડાના  ઉત્પાદન ઉપર  ડ્યુટી ઓછી કરવામાં આવી છે. જેના લીધે સિલ્ક લેધર સસ્તું થઇ શકે છે. ઓક્ટોબર 2021થી ડ્યુટી પોલીસીથી સ્વદેશી કપડા સસ્તા થશે. જેથી પોલીસ્ટરના કપડા, નાઈલોનના કપડા પણ સસ્તા થઇ શકે છે. દીવાલોમાં લગાવવામાં આવતો પેઈન્ટ પણ સસ્તો થઇ શકે છે. સોનું ચાંદીના ભાવ છેલ્લા એક વર્ષમાં આસમાને પહોચ્યા છે. જે સસ્તું થઇ શકે તેવી સંભાવનાઓ છે. જણાવી દઈએ કે એરક્રાફ્ટ લીઝીંગ કંપનીઓને  ટેક્સમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝનને પણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular