Monday, December 23, 2024
Homeરાજ્યશેરી શિક્ષણ માટે જઇ રહેલાં ભાઇ-બહેનને મોતે રસ્તા પર રગદોળી નાંખ્યા !!

શેરી શિક્ષણ માટે જઇ રહેલાં ભાઇ-બહેનને મોતે રસ્તા પર રગદોળી નાંખ્યા !!

આ ઘાતક અકસ્માત સર્જનાર નઝીર ખત્રીની ધરપકડ

- Advertisement -

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ તાજેતરમાં જ અમરેલીના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે મંગળવારે વધુ એક ગોઝારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બની છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારી બન્નેના જીવ લીધા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પોરબદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે મંગળવારે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની કિશોરી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જતી હતી, એવા સમયે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કાર (નં. GJ-01-HS-0188)એ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંને બાળકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક માસુમ બાળકને ઇજા પહોંચી હતી.આ બાળક મૃતક બાળાનો ભાઇ છે.

આ ગોઝારી ઘટના બનતાં જ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહનું પંચનામું કરી પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જનાર કાર પૂરઝડપે આવી હતી અને બન્ને બાળકોને અડફેટે લીધાં હતા. અડફેટ લીધા બાદ કાર એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાના પગલે ગામના સામજીક આગેવાનો હોસ્પીટલએ પહોંચી ગયા હતા. જ્યારે પોલીસને કારમાંથી મળેલી આરસી બુક મુજબ કાર નઝીર હુશેન મહમદભાઇ ખત્રીના નામે હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે પોકેટ-કોપની મદદથી કારચાલક નઝીરને ઝડપી લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular