રાવલ તથા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે સાનીનો પુલ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગત મુજબ સાની ડેમની ઉપરના ભાગમાં અતિ ભારે વરસાદ પડવાથી પાણી ખૂબ પ્રમાણમાં વધતું હોવાથી રાવલ તથા આજુબાજુના ગામમાં પાણી પાણી થયેલ છે. રાવલ નજીક આવેલ રાણપરડા ગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે. જેના કારણે રાવલ થી કલ્યાણ પુર દ્વારકા ને જોડતો મુખ્ય પુલ બંધ કરવા ફરજ પડેલ છે.
રાવલ પોલીસ ચેક પોસ્ટથી બેરી કેટ લગાવી રસ્તો બંધ કરી અને સાની પુલ ઉપર થી કોઈ પણ વાહન પસાર ન થાય તે માટે ત્યાં રાવલ પીલીસ સ્ટાફ પૂરતી તકેદારી રાખી કોઈ પણ વાહન પુલ ઉકાર થી જવાદેવા પર પ્રતિબંધ મુકેલ છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પૂરતી તકેદારી રાખવ માં આવી રહેલ છે. પોલીસ સાથે રાવલ પાલિકાનો સ્ટાફ પણ સાથે તૈનાત છે.
આ તકે કલાયણ પુર મામલતદાર નો સમ્પર્ક કરતા કોઈ ફોન ઉપાડતા નથી લોકોની મુશ્કેલી અંગે કોને જાણ કરવી તે મોટી મુસીબત છે. હાલ કલ્યાણપુર મામલતદાર નો ચાર્જ સનચણિયા નાયબ મામલતદાર પાસે ચાર્જ હોય તેવો સરકારી અથવા પ્રાઇવેટ ફોન ઉપાડતા ન હોવાથી લોકો ને મોટી મુશ્કેલી પડી રહી છે. આવી વિકટ પરિસ્થિતિ માં તંત્ર દ્વારા કમસે કમ ફોન તો ઉપાડવા કસ્ટ કરો.