જામનગર શહેરમાં ખોજા ચકલા વિસ્તારમાં રહેતાં મહિલાના ઘરે જઇ 4 શખ્સો દ્વારા ઘર સામાન તોડી નાખી ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખોજા ચકલા પાસે વારિયા મસ્જિદ નજીક રહેતાં અને શીલાઇ કામ કરતાં જરીનાબેન હારૂન ડાકોરા નામના મહિલાના ઘરે ગત તા.25 ના રોજ રાત્રીના સમયે રફિક રજાક મનસુરી, શબીર યુસુફ પિઠડિયા, અબ્દુલ કાદર શબીર, રફીક ઉંમર સહિતના ચાર શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઘર વખરીના સામાનમાં તોડફોડ કરી ઝપાઝપી કરી હતી અને મહિલાને પતાવી દેવાની ધમકી આપી હતી. ચાર શખ્સો દ્વારા ઘરમાં ઘુસી હુમલો કરતાં ઘર વખરીનો રૂા.5000ની કિંમતનો સામાનમાં નુકસાન થયું હતું. આ અંગે મહિલાએ જાણ કરતાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.