Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો વિરામ, સર્વત્ર ઉઘાડ

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો વિરામ, સર્વત્ર ઉઘાડ

એકમાત્ર ખરેડીમાં અડધો ઇંચ વરસાદ : પરડવા અને વાંસજાળિયામાં ઝાપટાં

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે ત્યારે સાર્વત્રિક ઉઘાડ નીકળ્યો છે અને સૂર્યદેવતાના દર્શન થઈ રહ્યા છે. ગઈકાલે એકમાત્ર કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ પછી ગઈકાલથી વાદળો હટયા છે, અને આકાશ ખુલ્લું થયું છે. જેથી ઉઘાડ નીકળ્યો છે. હવામાન ખાતા દ્વારા સૌપ્રથમ રેડ અને ત્યાર પછી ઓરેન્જ એલર્ટ જારી કરાયું હતું, જેમાં હવે ગ્રીન એલર્ટ ચાલી રહ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ગઈકાલે 10 મી.મી. જ્યારે નિકાવામાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત જામજોધપુર તાલુકાના પરડવામાં પાંચ મી.મી. અને વાંસજાળીયામાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 40 કિ.મી ની ઝડપે રહી હતી. જો કે, આજ દિવસ સુધીમાં હાલારમાં મોસમનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થવાથી તંત્રએ રાહત અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular