જામનગર શહેર નજીક આવેલ દરેડ, કનસુમરા સહિતના ચાર ઝોનની જમીન અને હેતુફેરની દરખાસ્ત બાબતે ઘણાં લાંબા સમયથી ઉઠેલા વિવાદમાં રાજ્ય સરકારમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક પ્રકારના મુદ્ાઓ ઉઠયા હતાં. આ હેતુફેરની દરખાસ્ત મંજૂર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. આ મુદ્ે જાડાની સામાન્ય સભામાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવશે કે કેમ? તેવા પ્રશ્ર્નો ઉઠવા પામ્યા હતાં.
ગઇકાલે સાંજે જાડાના ઇન્ચાર્જ અધિકારી અને મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીના અધ્યક્ષસ્થાને સામાન્યસભા મળી હતી. જેમાં દરેડ, કનસુમરા વિસ્તારની જમીનના હેતુફેરની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. આ અંગે મ્યુ. કમિશનર અને ઇન્ચાર્જ અધિકારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ સભામાં ચાર ઝોનના હેતુફેરની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને તમામ દરખાસ્તોને કોઇ પ્રકારની બહારલી આપવામાં આવી નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે, જાડામાંથી જામનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં ભળેલા એરિયામાં બેઝિક સુવિધા ઉપલબ્ધ કરવાની માગણી ઉઠવા પામી છે. જે માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જે રિપોર્ટ બાદ આ અંગેનો નિર્ણય કરવામાં આવે. જ્યારે હાલ અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે તે માટે મોરમ, કપચી સહિતની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.