Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅમદાવાદમાં જામનગરના જ્યોતિષને બ્રહ્મ ગૌરવ એવોર્ડ

અમદાવાદમાં જામનગરના જ્યોતિષને બ્રહ્મ ગૌરવ એવોર્ડ

- Advertisement -

ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન સંસ્થા અમદાવાદ દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસ જ્યોતિષ સેમિનાર યોજાયો હતો. જેમાં સંસ્થાના આચાર્ય યોગેશ્ર્વર શાસ્ત્રી, ભરતભાઇ, કાર્તિકભાઇ શાસ્ત્રી, ડો. દિવાકર શર્મા, જામનગરના પ્રખ્યાત વાસ્ત્રુશાસ્ત્રી આચાર્ય નરેન્દ્રભાઇ ભેંસદડીયાના હસ્તે દિપ પ્રાગટય, મંગલાચરણ કરી કાર્યક્રમની શરુઆત કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ, કાશ્મિર, દિલ્હી, હડિયાણા જેવા રાજ્યોમાંથી 400થી વધુ જ્યોતિષશાસ્ત્રી, વાસ્ત્રુશાસ્ત્રી, ટેરોરિડર જેવી અનેક જ્યોતિષના જાણકારો ઉપસ્થિત રહેલ હતાં.
આ કાર્યક્રમના જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયવાળા નિલેશભાઇ લલિતચંદ્ર વ્યાસને બ્રહ્મ ગૌરવ એવોર્ડ તેમજ ઇન્ડિયન પર્સનાલીટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. નિલેશભાઇએ જામનગર તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે.ઇન્ડિયન પર્સનાલીટી એવોર્ડથી અમદાવાદ ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન સંસ્થા દદ્વારા સન્માનિત કરવામાં આવ્યા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular