Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાધના કોલોની પાસે કબીર સેર્લ્સ એન્ડ એજન્સીના ગોડાઉનમાંથી નશાકારક કેફીપીણાની બોટલો કબ્જે

સાધના કોલોની પાસે કબીર સેર્લ્સ એન્ડ એજન્સીના ગોડાઉનમાંથી નશાકારક કેફીપીણાની બોટલો કબ્જે

રૂા.1,03,406 ની કિંમતની 494 નંગ બોટલ કબ્જે : જામનગર એસઓજી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં હર્ષદમીલની ચાલી પાસે સાધના કોલોની રોડ પર આવેલ કબીર સેર્લ્સ એન્ડ એજન્સીના ગોડાઉનમાંથી જામનગર એસઓજીએ રૂા.1,03,406 ની કિંમતની 494 નંગ નશાકારક કેફીપીણાની બોટલ ઝડપી લઇ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં હર્ષદમીલની ચાલી પાસે સાધના કોલોની રોડ પર આવેલ કબીર સેર્લ્સ એન્ડ એજન્સીના ગોડાઉનમાં નશાકારક કેફીપીણાની બોટલો હોવાની એસઓજીના હેકો સોયબ મકવા, દિનેશભાઈ સાગઠીયા તથા એએસઆઈ ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એલ. ચૌધરીના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા કબીર સેર્લ્સ એન્ડ એજન્સીના ગોડાઉનમાંથી ઊંઅક ખઊૠઇંઅજઅટઅ ની 303 નંગ બોટલો અજઇંટઅજઇંઅટ ની કુલ 203 બોટલો, ૠઅછઊૠઊખ અજઅટઅ-અછઈંજઇંઝઅ ની 138 બોટલો તથા અજઇંટઅજઇંઅટ ની 50 બોટલો મળી કુલ રૂા.1,03,406 ની કિંમતની 694 નંગ બોટલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular