જામનગર શહેરના રણજિતસાગર રોડ પર રહેતા પ્રોહિબિશનના એક ડઝન સહિતના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ વિરૂઘ્ધ એલસીબીની ટીમએ રજૂ કરેલી ‘પાસા’ની દરખાસ્ત કલેક્ટર દ્વારા મંજૂર કરાતાં પોલીસે શખ્સની ધરપકડ કરી સૂરતના લાજપોરની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર કીર્તિ પાનવાળી શેરીમાં રહેતા મહાવીરસિંહ ઉર્ફે માવલો દેવાજી જાડેજા (ઉ.વ.35) નામના શખ્સ વિરૂઘ્ધ પ્રોહિ.ના 11 અને શરીર સંબંધી 3 સહિત 14 ગુનાઓ નોંધાયેલ હોય આ શખ્સ વિરૂઘ્ધ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી આઇપીએસ પ્રતિભાના વડપણ હેઠળ એલસીબી પીઆઇ વી. એમ. લગારિયા તથા સ્ટાફના શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકિયા દ્વારા ‘પાસા’ની દરખાસ્ત કલેક્ટર કેતન ઠક્કર સમક્ષ રજૂ કરી હતી. જે દરખાસ્ત કલેકટરએ મંજૂર કરતાં પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે મહાવીરસિંહ ઉર્ફે માવલો દેવાજી જાડેજાની ધરપકડ કરી સુરતના લાજપોરની મઘ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


