Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમોસ્કો-દિલ્હી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી અફડાતફડી

મોસ્કો-દિલ્હી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતીથી અફડાતફડી

- Advertisement -

દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળવાથી અફરાતફરી મચી ગઈ છે. વિમાનની લેન્ડિંગથી લઈને મુસાફરોની સુરક્ષાને જોતા સાવચેતીના પગલે એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યુ નથી.

- Advertisement -

પોલીસના અધિકારીઓએ જણાવ્યુ કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ શુક્રવારે રશિયાની રાજધાની મોસ્કોથી દિલ્હી આવતી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી. અધિકારીઓએ જણાવ્યુ કે CISFને સંબંધિત ફ્લાઈટમાં બોમ્બ હોવાની ચેતવણી આપતો એક ઈમેલ મળ્યો હતો.

ઈમેલમાં જણાવાયુ હતુ કે આજે 3:20 વાગે જે ફ્લાઈટ SU 232 T3 પર આવી રહી છે. તેમાં બોમ્બ છે. જે બાદ બોમ્બ સ્કવોડ અને અન્ય રેસ્ક્યુ દળોને મોકલવામાં આવી અને વિમાનને રનવે 29 પર લેન્ડ કરાયુ. ફ્લાઈટમાંથી 386 મુસાફર અને 16 ક્રૂ મેમ્બરને ઉતારવામાં આવ્યા.

- Advertisement -

સમગ્ર મામલે તપાસ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેનની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કંઈ શંકાસ્પદ મળ્યુ નથી. વિમાનને અલગ ઉભુ કરી દેવાયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular