Friday, December 5, 2025
Homeરાજ્યહાલારલાલપુરની ઢાંઢર નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

લાલપુરની ઢાંઢર નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

લાલપુર નજીક આવેલી ઢાંઢર નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણના આધારે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને બહાર કાઢી ઓળખ મેળવવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર ગામ નજીક આવેલી ઢાંઢર નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડયો હોવાની સ્થાનિકો દ્વારા જાણ કરાતાં લાલપુર પોલીસે સ્થળ પર પહોંચી જઇ નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ આરંભી મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક અનુમાનમાં મૃતક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજયું હોવાનું ખુલ્યું હતું. યુવાને આપઘાત કર્યો કે અન્ય કારણસર ડૂબી ગયો છે? તે અંગેની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular