દ્વારકામાં આજે સવારે ચકચાર મચાવનારી ઘટના બની હતી. શહેરની પવિત્ર ગોમતી નદીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.
View this post on Instagram
સ્થાનિક લોકો દ્વારા મૃતદેહ નદીમાં તરતો જોવા મળતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો અને પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો.
ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. હાલ મૃતક મહિલાની ઓળખ અંગે તપાસ ચાલુ છે અને મૃતદેહ કોના પરિસ્થિતિમાં નદીમાં પહોંચ્યો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


